ભારત આવતીકાલે ઈંગ્લેન્ડ સામે ટકરાશે: 15 ખેલાડીઓ સાથે રમવાની છુટ્ટ
ક્રિકેટની મેજર ટૂર્નામેન્ટ વર્લ્ડ કપ 2023ને શરુ થવાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. આજથી દરેક ટીમો આ મેગા ઈવેન્ટ પહેલા વોર્મ અપ મેચ શરૂ થયા છે. ઈંઈઈએ વોર્મ અપ મેચો માટે શિડ્યુલ પણ જાહેર કર્યું છે, 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે કુલ 10 વોર્મ અપ મેચો રમાશે જેમાં દરેક ટીમને 2-2 મેચ રમવાની તક મળશે.
- Advertisement -
વોર્મ-અપ મેચો માટે ત્રણ સ્થળો, ગુવાહાટી, હૈદરાબાદ અને તિરુવનંતપુરમની પસંદગી કરવામાં આવી છે. પ્રથમ દિવસે કુલ ત્રણ વોર્મ-અપ છેે. બાંગ્લાદેશની ટીમ ગુવાહાટીમાં શ્રીલંકાનો સામનો કરશે, જ્યારે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ તિરુવનંતપુરમમાં અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાનની મેચ હૈદરાબાદમાં રમાશે. ભારતીય ટીમ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ વોર્મ-અપ મેચ રમશે.
આ તમામ વોર્મ-અપ મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે થયા છે. આ મેચોમાં દરેક ટીમને તેની ટીમના તમામ 15 ખેલાડીઓને મેદાનમાં ઉતારવાની મંજૂરી આપવામાં આવશે.