ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ બિલ્ડીંગ એન્ડ અધર ક્ધસ્ટ્રક્શન વર્કર્સ (છઊઈજ) એક્ટ-1996 અન્વયે હાલના ઉનાળા દરમિયાન તાપમાન વધવાના કારણે બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમયોગીઓના આરોગ્ય અને સુરક્ષા માટે ખાસ તકેદારી રાખવા બપોરે 1 થી 4 કલાક દરમિયાન બાંધકામ સાઈટ પર શ્રમયોગીઓને કામ બંધ રાખવા સૂચના ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ, જૂનાગઢ દ્રારા આપવામાં આવી છે. નમકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલ બાંધકામ શ્રમયોગીઓને પ્રવર્તમાન ઉનાળા સીઝનમાં અવારનવાર પડતી અતિશય ગરમીના કારણોસર લું લાગવી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સામે રક્ષા મળે તે હેતુ થી માટે બપોરે 1 થી 4 ના સમયગાળા દરમિયાન ખુલી જગ્યાએ કે જ્યાં સૂર્યના તાપની સીધી અસર પડે તેવી જગ્યાએ તમામ બાંધકામ પ્રવૃત્તિ કરનાર બિલ્ડર્સ, એમ્પ્લોયર્સ અને કોન્ટ્રાક્ટરો વગેરેને બાંધકામ પ્રવૃતી સાથે સંકળાયેલ શ્રમયોગીઓને આગામી જૂન-2025 સુધી આરામ/વિશ્રામ માટેનો સમય ખાસ કિસ્સામાં ફાળળવા સૂચના આપવામાં આવે છે. તથા આ રીતે ફાળવેલ વિશ્રામના સમયને “ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી નિયમો – 2003” ના નિયમ 50(2) મુજબ “ઈંક્ષયિંદિફહ જ્ઞર છયતિ”ં તરીકે ગણવામાં આવશે અને નિયમ 50(3) મુજબ,આ રીતે આપવામાં આવનાર વિશ્રામના સમયગાળા સહીતનો કુલ સ્પ્રેડ ઓવર સમય દિવસમાં 12 કલાકથી વધુ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ, નાયબ નિયામક, જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
હિટવેવ અન્વયે બપોરે 1થી 4 કલાક દરમિયાન બાંધકામ સાઈટ પર શ્રમયોગીઓને કામ બંધ રાખવા સૂચના
