વન્યપ્રાણી સપ્તાહના જિલ્લા કક્ષાની ઉજવણી થશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
રાજ્યના વન વિભાગ દ્વારા દર વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જેમાં સામાન્ય લોકોને વન્યપ્રાણી અંગે જાગૃતતા અને સંવેદના જાગે તે માટે આ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે તારીખ 2થી 8 ઓક્ટોમ્બર સુધી વન્યપ્રાણી સપ્તાહનું આયોજન કરાયું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની ઉજવણી ધ્રાંગધ્રા ખાતે રાખવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત દરેક સ્કૂલોમાં વિધાર્થીઓને વન્યપ્રાણીની ઓળખ, નિબંધ, ચિત્ર સ્પર્ધા, વન વિસ્તારમાં સ્વછતા સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે સાથે જ વિધાર્થીઓ વન્યપ્રાણીને પ્રત્યક્ષ જોઈ શકે તે માટેની તક પણ વનવિભાગ દ્વારા આપવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના વન્યપ્રાણી સપ્તાહમાં વધુને વધુ સ્કૂલો સાથે સામાજિક સંસ્થાઓ પણ જોડાય અને વન્યપ્રાણી અંગે સંવેદનાની ભારતીય સંસ્કૃતિને આગળ ધપાવે તે માટેના પ્રયાસો કરવા ધ્રાંગધ્રા વનવિભાગની ટીમ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.



