ભારતના સૌથી મોટો ધાર્મિક મેળા મહાકુંભ મેળામાં દેશ-વિદેશના કરોડો લોકો આવે છે. વર્ષ 2025માં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે અને હાલ આ મેળાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વખતે કુંભ મેળામાં 10 કરોડ શ્રદ્ધાળુઓ આવવાનો અંદાજ છે. દર 12 વર્ષમાં એકવાર મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
આ વખતે વર્ષ 2025માં 13 જાન્યુઆરી પોષ પૂર્ણિમાથી શરૂ થઈ રહેલો આ મેળો 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રી વ્રત સુધી ચાલશે. મહાકુંભ મેળો પ્રયાગરાજમાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદીના કિનારે યોજાશે. આ પહેલા વર્ષ 2013માં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાયો હતો. ત્યારે જાણો મહાકુંભ મેળાનું મહત્વ અને મુખ્ય સ્નાનની તારીખો.
- Advertisement -
શાહી સ્નાન કરવાથી થાય છે તમામ પાપોનો નાશ
મહાકુંભ મેળો પ્રયાગરાજમાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદીના કિનારે યોજાશે. અહીં, સંગમના કિનારે ગંગા અને યમુના નદી સાક્ષાત રૂપમાં જોવા મળે છે અને સરસ્વતી નદી અદૃશ્ય રીતે મળે છે, જેના કારણે પ્રયાગરાજનું મહત્વ વધુ વધી જાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, મહા કુંભ મેળા દરમિયાન પ્રયાગરાજમાં સ્નાન અને ધ્યાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને વ્યક્તિ જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થાય છે.
આ ચાર સ્થળોએ થાય છે કુંભ મેળાનું આયોજન
- Advertisement -
પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે સમુદ્ર મંથન દરમિયાન અમૃત કલશ નીકળ્યો હતો, ત્યારે તેના કેટલાક ટીપાં પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં કલશમાંથી પડ્યા હતા, તેથી આ ચાર સ્થળોએ જ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. પ્રયાગરાજ ઉપરાંત ઉજ્જૈન, નાસિક અને હરિદ્વારમાં દર 6 વર્ષે અર્ધ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન
જ્યારે બૃહસ્પતિ દેવ એટલે કે ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં હોય છે, જે અત્યારે આ રાશિમાં છે અને સૂર્ય ગ્રહ મકર રાશિમાં છે, જે 14 જાન્યુઆરી 2025ના રોજ મકર રાશિમાં ગોચર કરશે, ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીનો સંગમ પ્રયાગરાજમાં થાય છે.
કુંભ અને મહાકુંભ વચ્ચેનો તફાવત
ઉજ્જૈન, પ્રયાગરાજ, હરિદ્વાર અને નાસિકમાં દર ત્રણ વર્ષે એક વાર કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
હરિદ્વાર અને પ્રયાગરાજના કિનારે 6 વર્ષમાં એકવાર અર્ધ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
પૂર્ણ કુંભ મેળાનું આયોજન 12 વર્ષમાં એકવાર થાય છે, જે પ્રયાગરાજમાં થાય છે.
12 કુંભ મેળાઓ પૂર્ણ થયા પછી એક મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે, આ પહેલા વર્ષ 2013માં પ્રયાગરાજમાં આ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાહી સ્નાન
13 જાન્યુઆરી 2024 – પોષ પૂર્ણિમા
14 જાન્યુઆરી 2025 – મકરસંક્રાંતિ
29 જાન્યુઆરી 2025 – મૌની અમાવસ્યા
3 ફેબ્રુઆરી 2025 – વસંત પંચમી
12 ફેબ્રુઆરી – માઘી પૂર્ણિમા
26 ફેબ્રુઆરી – મહાશિવરાત્રી ઉત્સવ (અંતિમ શાહી સ્નાન)