પુસ્તકોની રોયલ્ટીમાં પણ કમલા હેરિસ આગળ
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાની ઉપ પ્રમુખ કમલા દેવી હેરિસે બેંક બેલેન્સના મામલામાં રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને પછાડી દીધા છે. બાઇડનના બે બેંક ખાતામાં લગભગ 6.70 કરોડ રૂપિયા છે. જ્યારે હેરિસના અંગત બેંક ખાતામાં 11.70 કરોડ રૂપિયા જમા છે. તેમનું એક ખાતું પોતાના પતિ ડગ એમહોફની સાથે પણ છે જેમાં 4 કરોડ રૂપિયા છે. રાષ્ટ્રપ્રમુખ બાઇડેનની પત્ની જિલ બાઇડેનના સેવાનિવૃત્તિ આવક તરીકે પોતાના ખાતામાં 1.20 કરોડ રૂપિયા છે. હેરિસના પતિ ડગ એમહોફના સેવાનિવૃત્ત ખાતામાં લગભગ 7.80 કરોડ રૂપિયા છે.
પુસ્તકોની રોયલ્ટીમાં પણ હેરિસ રાષ્ટ્રપ્રમુખ બાઇડનથી આગળ છે. 2019માં હેરિસે ‘ધ ટ્રૂથ્સ વી હોલ્ડ’ શિર્ષકથી પુસ્તક લખ્યું હતું. બીજું પુસ્તક ‘સુપરહીરોઝ આર એવરીવેર’માં હેરિસે બાળકોને એ સારા પણાને ઓળખવા માટે પ્રોત્સાહિત કર્યા, જે લોકો પોતાના દૈનિક જીવનમાં તેમના માટે કરે છે.
આ પુસ્તકના કવર પેજ પર હેરિસ પોતે પણ કૈરિકૈચરના રૂપમાં જોવા મળી. વર્ષ 2019માં પોતાના બંને પ્રકાશિત પુસ્તકોથી હેરિસે 3.5 કરોડ રૂપિયાથી વધુ રોયલ્ટી તરીકે કમાયા.
પરંતુ તેઓ પોતાના પુસ્તકથી માત્ર 39 લાખ રૂપિયા સુધીની જ રોયલ્ટી
કમાવી શક્યા.
અમેરિકન પ્રમુખ પર છે રૂા. 77 લાખની ઉધારી
- Advertisement -
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બાઇડનની હાલમાં પગારથી વાર્ષિક કમાણી 3.5 કરોડ રૂપિયા છે, તેમાંથી તેઓ બાઇડનએ સેલ્ટિક કૈપ્રી નામની કંપનીને 23 લાખનું ચૂકવણું કર્યું. આ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ બાઇડનની 3 ઉધારી છે જે 77 લાખ રૂપિયા સુધીની છે.