ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે રાજકોટમા શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની સાધારણ સભા યોજાશે. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા હાજર રહેશે. તેમજ શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સરાહનીય કાર્ય પણ કરવામાં આવનાર છે. જેમાં મનસુખ માંડવીયાની હાજરીમાં જ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર 51 બાળકોને દત્તક લેશે. આ કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ઉમિયાધામના અગ્રણી મૌલેશ ઉકાણી પણ હાજર રહેશે. શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કાલાવડ રોડ પર રેજન્સી લગૂન રિસોર્ટમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે શનિવારે સાંજે 5.30 વાગ્યે વાર્ષિક સાધારણ સભા યોજાશે. બાદમાં 6.30 વાગ્યે કોરોનામાં માતા-પિતા ગુમાવનાર 51 બાળકોને ચેક વિતરણ કરવામાં આવશે. શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ રમેશ ટીલાળા દ્વારા રાજકીય અને અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાજકીય આગેવાનો અને ઉદ્યોગપતિઓ હાજર રહેશે
- Advertisement -
આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ મોહન કુંડારીયા, રાજ્ય કક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, પોરબંદરના સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય લાખા સાગઠીયા, રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ, ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણી. ફિલ્ડ માર્શલના અરવિંદભાઈ કણસાગરા સહિતના રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહેશે.