ભારત સામે ટેરિફના ઘુરક્યા કરતા ટ્રમ્પે હવે પાકિસ્તાન તરફ કુણુ વલણ દાખવ્યુ
વિદેશી મદદ રોકવાના નિર્ણયમાંથી પાકિસ્તાનને આ સોદા માટે બાકાત રખાયુ
- Advertisement -
ભારત સામે જ F-16નો ઉપયોગ થાય તેવી ખાતરી છતા ટ્રમ્પ શાસને મદદની જાહેરાત કરી
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ ભારત પર ટેરીફ લાદવાની ધમકી આપી રહ્યા છે તો બીજી તરફ ટ્રમ્પ શાસને એક મહત્વના નિર્ણયમાં પાકિસ્તાનને તેના એફ-16 વિમાનના કાફલાના અપગ્રેડેશન માટે 397 મિલિયન ડોલર આપવાની ખાતરી કરી છે. આમ ટ્રમ્પે પાકિસ્તાન તરફી મોટો પોલીસી બદલાવ લાવ્યો છે. અમેરિકાએ ત્રાસવાદ વિરોધી ઓપરેશન માટે આ પ્રકારની મદદ આપી છે પરંતુ એ નિશ્ચિત છે કે એફ-16 વિમાન કે જે અત્યંત આધુનિક ગણાય છે તેનો ઉપયોગ પાકિસ્તાન યુદ્ધ સમયે ભારત સામે જ કરી શકે છે.
ટ્રમ્પે ગત તા.20 જાન્યુ.ના રોજ તેમના શાસન સંભાળતા જ તમામ વિદેશી સહાય બંધ કરવાની જાહેરાત કરી હતી તેમ છતાં પણ પાકિસ્તાનના સોદાને ખાસ રીતે મંજુર કર્યો છે તેને સલામતી સંબંધીત હોવાનું જણાવાયું છે. આમ ટ્રમ્પે પાકિસ્તાન તરફી પોલીસી ફેરવી હોવાના સંકેત છે. 2018માં તેઓ જયારે અમેરિકાના પ્રમુખ હતા ત્યારે પાકિસ્તાનને લશ્કરી સહાય બંધ કરી હતી અને બાઈડન તંત્રએ 2022 સપ્ટેમ્બરમાં પાકિસ્તાનના એફ-16 કાફલા માટે 450 મિલિયન ડોલરની સહાય આપી હતી.
- Advertisement -
આમ ટ્રમ્પના આ નિર્ણયથી ભારત માટે નવો પ્રશ્ન સર્જાયો છે અને આગામી દિવસોમાં ટ્રમ્પ આ મુદે પાકિસ્તાન તરફી વલણ દાખવે તો ભારતે નવી સમસ્યાનો સામનો કરવો પડશે.