લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા માટે રેલી પણ યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા વધતી જાતિ ટ્રાફિક સમસ્યા જેના લીધે જાણે અજાણે ટ્રાફિક નિયમોના ભંગ સામે જાગૃતિ લાવવા ટ્રાફિક ઍવરનેશ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં ખાસ કરીને હાલ ઉતરાયણ જેવા પ્રવ પર ટુવિહલ વાહન લઇને જતા રાહદારીઓને પતંગની દોરી ગાળામાં ફસવાના લીધે ઈજાઓ પામે છે અને કેટલીક વખત તો લોકો મોતને પણ ભેટે છે ત્યારે આ પ્રકારના કિસ્સામાં ઘટાડો થાય અને સેફ ડ્રાઈવિંગ કરી પોતાનું તથા પરીવારનો જીવ જોખમમાં ન પડે તેવા હેતુથી ધ્રાંગધ્રા ખાતે ટ્રાફિક એવરનેશ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ટ્રાફિક અંગેનો કાર્યક્રમ એલ એન્ડ ટી, આર.ટી.ઓ તથા પોલીસના સયુંકત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો જેમાં ત્રણેય વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓ દ્વારા વાહનો પર ટ્રાફિક જાગૃતિ અંગેના સૂત્રો સાથે બેનર લગાવી શહેરની ડિવિઝન કચેરી ખાતેથી ટ્રાફિક જાગૃતિ અંગે રેલી યોજી હતી આ રેલીને ધ્રાંગધ્રા ડિવિઝન ડી.વાય.એસ.પી જે.ડી.પુરોહિત દ્વારા પ્રસ્થાન કરાવી સમગ્ર શહેરના મુખ્ય માર્ગો પર ફરી ઠેર ઠેર લોકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કર્યા હતા જે રેલી સોલડી ટોલ ટેક્ષ ખાતે પૂર્ણ કરી બાદમાં આવનારા ઉતરાયણ તહેવાર નિમિતે એલ એન્ડ ટી વિભાગ દ્વારા દરેક બાઈક ચાલક રાહદારીઓને પતંગની ઘાતક દોરી વડે થતી ઇજાઓથી બચાવ થતાં ગાર્ડ વિનામૂલ્યે વિતરણ કરાયા હતા. આ ટ્રાફિક એવરનેશ કાર્યક્રમમાં એલ એન્ડ ટી વિભાગના ટોલ પ્લાઝા મેનેજર જીજ્ઞેશભાઈ મોદી, આર.ટી.ઓ તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.