રાજેશ શિલુની વધુ એક કરતુત માધવ થ્રેડમાં બોગસ ભાગીદાર બની છેતરપિંડી આચરી
શિલુ એન્ડ કંપનીના કાળા કારનામાની ભોગ બનનાર પીડિતે પોલ ખોલી
- Advertisement -
શાંતિથી નોકરી કરવા માટે ACP અને PIનાં નામે ઉઘરાણી કરતો હતો
ACP અને PIની સંડોવણી કઈ હદે છે તે કોણ નક્કી કરશે?
મોટા મગરમચ્છોને બચાવી લેવા નાનાં મગરમચ્છને દેવામાં આવ્યો ડામ?
રાજકોટ પોલીસ હેડક્વાર્ટરનાં અત્યંત વિવાદાસ્પદ હેડ કૉન્સ્ટેબલ રાજેશ શિલુને આજે સસ્પેન્ડ કર્યો હોવાનો સૂત્રો દાવો કરી રહ્યા છે.એસીપી પઠાણ અને પીઆઈ ઝાલાનાં ટાઉટ તરીકે ઓળખાતો શિલુ પોલીસ હેડક્વાર્ટરનાં સ્ટાફ પાસે જ શાંતિથી નોકરી કરવા દેવા માટે અને કામને બોજ નહીં નાંખવા માટે માસિક હપ્તા લે છે અને આ અંગેની ઑડિયો ક્લિપ પણ ‘ખાસ-ખબર’એ જ જાહેર કરી હતી. આ મામલે આખા રાજકોટમાં જોરશોરથી ચર્ચા ચાલી હતી અને ભારે વિવાદ સર્જાવાનાં એંધાણ દેખાતાં અંતે રાજેશ શિલુને સસ્પેન્ડ કરાયો હોવાનું જાણવા મળે છે.
ભોગ બનનાર ધર્મેશભાઈ તળાવિયાએ મીડિયા સમક્ષ સમગ્ર હકીકત વર્ણવી
રાજકોટ પોલીસ હેડક્વાર્ટરના હેડ કોન્સ્ટેબલ રાજેશ શિલુના કારનામા અને લુખ્ખી દાદાગીરીનો પર્દાફાશ થતાં પોલીસ જગતમાં ચકચાર મચી જવા પામી છે. શિલુના એક બાદ એક કૌભાંડ બહાર આવી રહ્યા છે. અનેક વર્ષોથી શિલુ સામે ફરિયાદો થતી પરંતુ કોઈ જ પગલાં લેવામાં આવતા ન હતા પરંતુ એક પીડિતે આગળ આવી અને શિલુના કારનામા બહાર પાડ્યા જેનો પર્દાફાશ ‘ખાસ-ખબરે’ કર્યો છે ત્યારે રાજેશ શિલુની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે.
- Advertisement -
વિગતે જાણીએ તો ભોગ બનનાર ધર્મેશભાઈ જસમતભાઈ તળાવીયાએ જણાવ્યું કે કૌભાંડકારી રાજુ ઉર્ફે રાજેશ લાભશંકર શિલુના ભાઈ સુરેશ લાભશંકર શિલુ સાથે આજથી આશરે 8 વર્ષ પહેલા 2016માં મારે મુલાકાત થઈ હતી. તેઓએ મારી પ્રોપાઈટર પેઢી ‘માધવ થ્રેડ’માં મારી સાથે ભાગીદાર બનવાની ઈચ્છા વ્યક્ત કરેલી અને અમોએ ભાગીદારીમાં વ્યવસાય કરવાનું નક્કી કરેલું હતું. જેમાં અમોએ 85-85 લાખનું રોકાણ કરવાનું નક્કી કરેલું અને મારી ચાલુ પેઢી માધવ થ્રેડમાં મુકેશ શિલુને ભાગીદાર બનાવવાનું નક્કી કરેલું હતું ત્યારે અમોએ તા. 23-9-2015ના રોજ નોટરી દેવેન્દ્ર રાવલ સમક્ષ એક એમ.ઓ.યુ. કર્યું હતું.
ત્યાર બાદ સુરેશ શિલુએ મને વિશ્ર્વાસમાં લઈ એવું જણાવેલું કે તેને થોડા સમય પૂરતા રૂપિયા 20 લાખની ખૂબ જ જરૂરિયાત હોય જેથી તે મારા નામની કોઠારીયામાં આવેલ ‘રામ પેલેસ’ કોમ્પલેક્ષમાં દુકાન આવેલી છે તેના પર તે લોન બેસાડી આપશે અને 4-6 મહિનામાં તે લોન તે ભરપાઈ કરી આપશે જેથી અમો ભાગીદારીમાં વ્યવસાય કરવાના હોય અને ભાગીદારો બનવાના હોય તેથી તેના વિશ્ર્વાસમાં આવીને અમોએ તેમને મદદરૂપ થવા હા પાડેલી, અને ત્યાર બાદ તેઓ અમને સબ રજિસ્ટ્રાર કચેરીએ લઈ ગયા અને મને જણાવેલું કે ત્યાં જે કંઈ સવાલ પૂછે તેમાં મારે હા પાડવાની છે જેથી અમો તેની સાથે સબ રજિસ્ટ્રાર કચેરીએ ગયા અને એમના જણાવ્યા મુજબ વર્તન કરેલું, અમને આજ સુધી નથી ખબર કે અમોની એ દુકાન પર તેમણે શું કૌભાંડ આચરેલું છે! તેઓ તે દુકાન તેમના નામે ટ્રાન્સફર કરેલી છે કે દુકાન પર મોટી લોન લઈને એન.પી.એ. કરીને અમો તેમજ બેંક સાથે છેતરપિંડી કરેલી છે.
આજની તારીખે પણ અમોની પ્રોપ્રાઈટરી પેઢી માધવ થ્રેડના તમામ ઓરિજનલ દસ્તાવેજો જેમ કે ચેક બુક, લેટરપેડ, સીક્કા અને અન્ય દસ્તાવેજો મુકેશ લાભશંકર શિલુ અને તેના ભાઈ સુરેશ લાભશંકર શિલુના કબ્જે છે. અમોની સહીઓ સુરેશ લાભશંકર શિલુ કરતો અને અમોની જાણ બહાર અમોના દસ્તાવેજોનો દુરુપયોગ આ ચારેય ભાઈઓએ મળીને કરેલ હોય તેવી અમને શંકા છે. અમોની ખોટી સહીઓ કરી બેંકમાં ખાતા ખોલાવી ખોટા અને ગુનાહિત વ્યવહારો કરેલા હોય તેવી અમને શંકા છે.
તદુપરાંત રાજેશ શિલુ, સુરેશ શિલુ અને મુકેશ શિલુએ સાથે મળીને અમનો વિશ્ર્વાસમાં લઈ અમોના ચાલુ ધંધાની મશીનરી અને માલ સ્ટોક તેના ગોડાઉને ફેરવી નાખેલી જેની રકમ રૂપિયા 85 લાખ થાય છે અને અમોની પેઢીના નામે અમોના વ્યાપારી પાસેથી રૂપિયા 35 લાખનો માલ અમોના નામે ખરીદી પોતાના ગોડાઉને ઉતારેલો જે કુલ મળી રૂપિયા 1 કરોડ 20 લાખનો મને ચૂનો લગાવેલો અને મારી સાથે વિશ્ર્વાસઘાત કર્યો છે. હું એક વ્યાપારી હતો પરંતુ આજે એક નાનો એવો તબેલો ચલાવું છું અને ચારેય ભાઈઓ સાથે મળીને મને રોડ ઉપર લાવી દીધો છે.
આ ઘટના થતાં મેં ચારેય ભાઈઓ સાથે અમોના વડીલોને સાથે રાખીને બેઠક કરેલી હતી, જેમાં રાજુ ઉર્ફે રાજેશ શિલુ પણ હાજર હતો. આ બેઠક અમોએ તેમની ઓફીસ ‘શ્રી સદ્ભાવન શરાફી સહકારી મંડળી લી.’ 306, મેટ્રો પ્લાઝા, ભીલવાસ ચોક, રાજકોટ ખાતે કરેલી જ્યાં અમોને એવું જણાવેલું કે તે પોલીસ શાખામાં નોકરી કરે છે અને જો અમે લોકો કંઈપણ ઊંચા-નીચા થશુ તો મને તેમજ મારા પરિવાર પર ખોટી ફરિયાદો કરીને ફીટ કરાવી દેશે તેમજ અમોના પરિવાર સાથે ખૂબ જ ગેરવર્તન કરેલુ અને ખૂબ જ ધમકાવેલા અને અમારું જીવન બરબાદ કરી નાખવાની ધમકી આપી હતી.
અમારો પરિવાર સાધારણ વર્ગનો હોય જેથી અમો આ ચારેય ભાઈઓથી ડરી ગયા અને આજ દિવસ સુધી મૌન રહી અને અમારા પરિવારનું ગુજરાન ચલાવવા તબેલાનો વ્યવસાય ચાલુ કરેલો છે પરંતુ શનિવાર તા. 28-9-2024ના રોજ રાજુ ઉર્ફે રાજેશ શિલુનો લાંચ રુશ્ર્વતનો ઑડિયો સાંભળતા અમોને ખૂબ જ દુ:ખ થયું કે આવા લોકો સાધારણ વર્ગના માણસોને ધાકધમકાવી આવા ગુનાહિત કાર્યો કરતા હોય તો તેની સામે હિંમત રાખીને લડાઈ કરવી જોઈએ જેથી અમોએ હિંમત રાખીને આપ મીડિયા સમક્ષ અમોની વેદના રજૂ કરીને આવા રાજુ ઉર્ફે રાજેશ લાભશંકર શિલુને ખુલ્લા પાડવા આવેલો છું અને સજા મળે તેવી આશા મીડિયા સમક્ષ રાખી હતી.
‘ખાસ-ખબર’એ ઝૂંબેશ ઉપાડી ન હોત તો ગોરખધંધા ક્યારેય બહાર આવવાનાં નહોતા
‘ખાસ-ખબર’ પાસે ઑડિયો ક્લિપ આવી ત્યારે કોઈપણ પ્રકારની શેહશરમ વગર જાહેર કરી દીધી હતી. આ મામલે મહિલાકર્મીએ ન્યાય મેળવવા ખૂબ મથામણ કરી હતી. પરંતુ ઊચ્ચ મહિલા અધિકારીએ પણ જાણી જોઈને જ આંખ આડા કાન કર્યાં હતાં. મહિલાને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાની સજા પણ મળી હતી અને તેને 24 કલાકની ડ્યૂટી આપી દેવામાં આવી હતી.
શિલુને ત્રણ-ચાર મહિનામાં પરત લઈ લેવાશે: જાણકારોનો દાવો
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ શિલુને સમજાવી-પટાવીને આશ્ર્વાસન આપવામાં આવ્યું છે કે, તેનું સસ્પેન્શન ત્રણ-ચાર મહિનામાં પરત ખેંચવામાં આવશે. શિલુ મામલે પગલાં લેવાની કોઈની દાનત ન હતી પરંતુ આ પગલું નાછૂટકે લેવું પડ્યું છે તે સ્પષ્ટ છે.
મોટાં માથાને બચાવી લેવાયાની ચર્ચા
હેડક્વાર્ટરનાં હેડ કૉન્સ્ટેબલ રાજેશ શિલુ સ્ટાફ પાસેથી જ તોડ કરતો હતો એ બધાં જાણે છે. પરંતુ જાણકારો કહે છે કે, આવી તોડબાજી ઊચ્ચ અધિકારીઓની મધુર દૃષ્ટિ વગર શક્ય જ નથી. આ મામલે એસીપી પઠાણ અને પી.આઈ. ઝાલાની ભૂમિકાની કોઈ જ તપાસ થઈ હોય તેવું લાગતું નથી. જો આવી તપાસ ન્યાયપૂર્ણ પદ્ધતિથી થઈ હોત તો ઊચ્ચ અધિકારીઓ પણ સસ્પેન્ડ થયા હોત.
શિલુ દોષિત તો P.I. ઝાલા અને ACP પઠાણ કેવી રીતે નિર્દોષ?
પાપિયા શિલુનો બલી ચઢાવી અન્ય દૂષણોને બચાવી લેવાયા!
શિલુને પણ કશું થશે નહીં, હેડક્વાર્ટરનો કમાઉ દીકરો છે: થોડાં મહિનામાં પરત લઈ લેવાશે
રાજકોટ હેડક્વાર્ટરમાં ચાલતાં તોડકાંડમાં હેડ કૉન્સ્ટેબલ કક્ષાનાં કર્મચારીનો ભોગ લેવાયો પણ ગોડફાધર મોજેમોજ કરે છે
DCP પૂજા યાદવે શિલુને સસ્પેન્ડ કર્યો એ વાત પુરવાર કરે છે કે, શિલુ ઉઘરાણા કરતો હતો: સવાલ એ છે કે, જેનાં માટે ઉઘરાણાં કરતો હતો એ ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ પગલાં કેમ નહીં?
હેડક્વાર્ટરમાં ચાલતાં ભ્રષ્ટાચારને ડામવાની ખરેખર દાનત હોય તો મૂળથી સાફસફાઈ જરૂરી: માત્ર દેખાડાં પૂરતી સફાઈથી કશું જ વળશે નહીં
ઊચ્ચ અધિકારી તપાસ કરશે અને પછી લખશે કે, ‘ગુનો બનતો નથી!’
વધુ એક કેસમાં PSI ગરચર વિરૂદ્ધ તપાસનો ગુજરાત હાઈકોર્ટનો આદેશ
વકીલ પાર્થરાજસિંહ ઝાલાનું અપહરણ કરાવી લેણાં પૈસા ભૂલી જવા ધમકાવવા મામલે ગરચરને રેલો
ACP એ કરેલી તપાસથી સંતોષ ન થાય તો અરજદાર ભારતીય ન્યાયસંહિતાની કલમ 223 મુજબ નીચલી કોર્ટમાં જઈ શકશે
ચાર અઠવાડિયામાં ACPએ તપાસ કરીને રીપોર્ટ સોંપવો પડશે: ગુનો ન નોંધાય તો તેનાં કારણો આપવા પડશે
ટોચનાં અધિકારીનું ગરચરને ભરપૂર સમર્થન અને હૂંફ હોવાની ચાલતી ચર્ચા: દરેક મોટાં કાંડમાં આ પનિશમેન્ટ પોસ્ટિંગવાળા અધિકારી સામેલ