આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ પર આજે અમે તમને એવા સુપરફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને પુરૂષોએ ખાસ ખાવા જોઈએ.

19 નવેમ્બરના એટલે કે આજ રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજના આ ખાસ દિવસ પુરુષોના સારા સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાની સોનેરી તક છે. જણાવી દઈએ કે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે સ્ત્રી હોય કે પુરૂષ બંનેએ કેટલાક ખાસ પોષક તત્વોનો તેમની ડાયટમાં સમાવેશ કરવો જોઈએ.તાજેતરમાં પુરૂષોને પ્રોસ્ટેટ કેન્સર, હાર્ટ, હાઈ કોલેસ્ટ્રોલ, સુગર, બ્લડ પ્રેશર અને જાતીય સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ ઉદ્ભવી રહી છે અને આવી સ્થિતિમાં રોગોથી બચવા માટે આહારનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની ગયું છે. આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ પર આજે અમે તમને એવા સુપરફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને પુરૂષોએ ખાસ ખાવા જોઈએ.

બદામ
જણાવી દઈએ કે બદામ ત્વચા, પાચન અને હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી કહેવાતું એક સુપરફૂડ છે. બદામ તંદુરસ્ત અસંતૃપ્ત ચરબીથી ભરેલ હોય છે અને તેમાં ફાઇબર, વિટામિન ઇ અને પ્રોટીન પણ હોય છે અને ડાઈટમાં અલગ અલગ રીતે બદામનો સમાવેશ કરી શકો છો.

પાલક
પાલક કેલ્શિયમ, ફાઈબર અને કેરોટીન ભરપૂર હોય છે એટલા માટે તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે પાલક ખૂબ જ ફાયદાકારક છે. સાથે જ કેરોટીન સારી દૃષ્ટિ માટે જરૂરી છે. પાલકમાં ફોલેટ પણ હોય છે, જે પુરૂષોના જાતીય કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

બ્રોકોલી
બ્રોકોલીમાં ફાઈબર, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે, જે રોગપ્રતિકારક વધારવામાં મદદ કરે છે. ખાસ કરીને પુરૂષોએ બ્રોકલીનું સેવન કરવું જોઈએ.

ઓટ્સ
હેલ્થ ફ્રીક લોકો પોતાના ડાયટમાં ઓટ્સનો સમાવેશ કરે છે, ઓટ્સ હાઈ બ્લડ પ્રેશર, વજનમાં વધારો અને ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે ઉત્તમ છે. આ સાથે જ પુરુષોના જાતીય કાર્ય માટે પણ ફાયદાકારક છે અને ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારવા માટે જાણીતું છે.