મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના: HCમાં SITનો રિપોર્ટ રજૂ, ઓરેવા કંપની સંપૂર્ણ જવાબદાર
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આજે હાઈકોર્ટમાં SITનો ફાઈનલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ઓરેવા કંપની બ્રિજ ધરાશાયી થવામાં સંપૂર્ણ જવાદરા હોવાનું જણાવ્યું છે. તેમજ આ અકસ્માત નહીં મર્ડર છે, એટલે 302ની કલમ આરોપીઓ સામે લાગવી જોઈએ. જોકે, રિપોર્ટના સંપૂર્ણ અભ્યાસ બાદ હાઈકોર્ટમાં દીવાળી વેકેશન બાદ સુનાવણી હાથ ધરાશે. બ્રિજનું કામ દેવ પ્રકાશ સોલ્યુશનને આપવામાં આવ્યું હતું. જેની વિશ્ર્વનિયતા ચેક કરાઈ નહીં. ટિકિટો કેટલી વેચવી તે નક્કી નહીં. દિનેશ દવે અને અન્ય એક મેનેજર પણ જવાબદાર છે. હજારો પાનાનો રિપોર્ટ આજે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. બ્રિજ ઉપર યોગ્ય સિક્યોરિટી નહોતી, બ્રિજ મેઇન્ટેનન્સ અને ફિટનેસ સર્ટિફિકેટ વગર બ્રિજ શરૂ કરવામાં આવ્યો હતો. આથી ઓરવા કંપની સંપૂર્ણ રીતે જવાબદાર છે. વધુ માહિતી રિપોર્ટ્સના અભ્યાસ બાદ ખબર પડશે. ઓરેવા કંપની દ્વારા નગરપાલિકાને બ્રિજની હાલત અંગે અનેક કાગળ લખાયા હતા.
- Advertisement -
આ રિપોર્ટમાં ડિપ પોઈન્ટ એનાલિસિસ છે
પીડિત પક્ષના વકીલ ઉત્કર્ષ દવેએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટની અંદર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે આશરે બેથી અઢી હજાર પાનાનો જઈંઝ રિપોર્ટ ફાઈનલ રિપોર્ટ અમને આપવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે ઓરેવા કંપનીના ડાયરેક્ટર અને તેના બે મેનેજર દિનેશ દવે અને દિપક પરીખ સંપૂર્ણપણે જવાબદાર છે. અગત્યની વસ્તુ છે કે, કોઈ પણ પ્રકારની પ્રોપર સિક્યોરિટીની વ્યવસ્થા હતી નહીં. નામદાર કોર્ટના જજે ઓરેવા કંપનીની ટીકા કરતા કહ્યું છે કે, વળતર જ અગત્યની વસ્તુ નથી. તમે મૃતકોના પરિવાર છે તેના માટે શું કર્યું છે?, ખાસ કરીને જે બહેનો વિધવા બની છે તેમની નોકરી માટે તમે કાંઈ પ્રયાસ કર્યા છે? જે બાળકો અનાથ થઈ ગયા છે તેના માટે શું કર્યું છે? આ રિપોર્ટમાં ડિપ પોઈન્ટ એનાલિસિસ છે. અમારે રિપોર્ટ વાંચતા વાર લાગશે એટલે હાઈકોર્ટે આગામી સુનાવણી દીવાળી વેકેશન બાદ રાખી છે. રિપોર્ટના સંપૂર્ણ અભ્યાસ બાદ હાઈકોર્ટમાં દીવાળી વેકેશન બાદ સુનાવણી હાથ ધરાશે.