ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા સૌરાષ્ટ્ર ઝોન કો-ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદીના માર્ગદર્શન અંતર્ગત તા. 2 ઓક્ટોબર 2023 થી 31 ઓક્ટોબર 2023 સુધીમાં ‘અહિંસા થી એકતા અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે કેદી ભાઈઓ- બહેનો માટે ‘યોગ શિબિર’નું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ કેદીભાઈઓને ઝોન કો-ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, યોગ ટ્રેનર હિતેશભાઈ કાચા અને કિશોરભાઈ રાઠોડ દ્વારા યોગ શીખવાડવામાં આવે છે. કેદી બહેનોને મહાનગરપાલિકાના યોગ કોર્ડીનેટર વંદનાબેન રાજાણી તથા ગીતાબેન સોજીત્રા અને ટ્રેનર રશ્મિબેન કાચા, મીરાબેન ધાધા અને નંદિનીબા રાઠોડ દ્વારા યોગ શિખડાવવામાં આવે છે. 2 ઓક્ટોબર(ગાંધી જયંતિ) થી યોગ શિબિરની શરૂઆત કરવામાં આવી છે જે 31 ઓકટોબર(વલ્લભભાઈ પટેલ જયંતિ) સુધી સતત ચાલનાર છે.