માનસિક બીમારીની જાગૃતિ અર્થે ઉજવાતો ‘વિશ્ર્વ માનસિક સ્વાથ્ય દિવસ’
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં મેન્ટલ હેલ્થ સ્ક્રીનીગ કેમ્પ યોજાયો
- Advertisement -
વિદ્યાર્થીઓથી લઈને શહેર અગ્રણી અને પીઆઈ સહિતના લોકોએ મનોવિજ્ઞાન ભવનની મુલાકાત લીધી: ડો. યોગેશ જોગસણ
ખાસ-ખબર સંવાદદાતા
તારીખ 10 ઓક્ટોબર વિશ્ર્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે સમગ્ર વિશ્ર્વમાં ઉજવવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન દ્વારા આ દિવસની ઉજવણી સમાજમાં સાચી રીતે માનસિક સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ ફેલાય એ હેતુથી સાત દિવસના મેન્ટલ હેલ્થ સ્ક્રીનીગ દ્વારા કરી. તારીખ 03-10-2023 થી 10-10-2023 સુધી સતત સાત દિવસ લોકોના માનસિક ઘટકોનું સ્ક્રીનીગ કરી તેમને જરૂરિયાત મુજબ કાઉન્સેલિંગ કરી આપવામાં આવ્યું. આ કેમ્પમાં 5490 લોકોએ સાત દિવસ દરમિયાન મુલાકાત લીધી અને પોતાના માનસિક સ્વાસ્થ્ય અને વિવિધ મનોવૈજ્ઞાનિક ઘટકો વિશે માહિતી મેળવી. જ્યારે 44.43% લોકોને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, 54.89%માં ઉચ્ચ આક્રમકતા તો 18.10% લોકોમાં ડિપ્રેશનની સમસ્યાઓ જોવા મળી હતી.
વિદ્યાર્થી સમસ્યાઓ: 1170 વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી સમસ્યાઓનું માપન કરાવ્યું જેમાં 67.18% વિદ્યાર્થીઓએ કુટુંબની સમસ્યાઓ અને 32.82% વિદ્યાર્થીઓએ ભણવાને લગતી સમસ્યાઓ અનુભવી
- Advertisement -
યુવા સમસ્યા: 1890 યુવાનોએ પોતાની સમસ્યાઓનું માપન કરાવ્યું. જેમાં 41.10% યુવાનોને વ્યક્તિગત સમસ્યાઓ, 23.32% યુવાનોને કૌટુંબિક સમસ્યાઓ, 22.23% યુવાનોને સામાજિક આવેગિક સમસ્યાઓ, 13.35% યુવાનોને શૈક્ષણિક સમસ્યાઓ જોવા મળી.
વિદ્યાર્થી મનોભાર: 1230 વિદ્યાર્થીઓએ પોતાના મનોભારનું માપન કરાવ્યું, જેમાં 26.67% વિદ્યાર્થીઓને ઉચ્ચ, 45. 45% વિદ્યાર્થીઓને મધ્યમ અને 27.88% વિદ્યાર્થીઓને નહીવત મનોભાર જોવા મળ્યો.
આત્મહત્યા વૃત્તિ
810 લોકોએ આત્મહત્યા વૃત્તિનું માપન કરાવ્યું જેમાં 28.34% લોકોમાં ઉચ્ચ, 31.10% લોકોમાં મધ્યમ અને 40.56% લોકોમાં નહીવત આત્મહત્યાવૃતિ જોવા મળી. બહેનો કરતા ભાઈઓમાં આ વૃત્તિનું પ્રમાણ વધુ જોવા મળ્યું.