હળવદના કીડી ગામની મહિલાઓએ શક્તિ સ્વરૂપ ધારણ કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના કીડી ગામમાં છેલ્લા એક માસથી પીવાનું પાણી નહીં મળતા ગ્રામજનોમાં પાણી મામલે કાળો કકળાટ જોવા મળી રહ્યો છે અને ગામની મહિલાઓને 10 થી 12 કિલોમીટર નર્મદા કેનાલમાં પાણી ભરવા માટે જવું પડે છે જયારે અમુક લોકો તો રૂપિયા ખર્ચીને પાણી પીવા મજબુર બન્યા છે ત્યારે પાણીની પણોજણને કારણે ગ્રામજનોની ધીરજ ખૂટતા ગામની મહિલાઓ બેડાં સાથે સરપંચના ઘરે ધસી ગઈ હતી અને ધમાલ મચાવીને પાણી આપો પાણી આપોના નારા લગાવ્યા હતા. છેલ્લા એક માસથી પીવાનું પાણી નહીં મળતા ગામની મહિલાઓને બેડા લઈને જ્યાં ત્યાં ભટકવું પડે છે. ત્યારે ગામની મહિલાઓની ધીરજ ખૂટતા મહિલાઓએ બેડાં સાથે સરપંચના ઘરે દોડી જઈને પાણી આપોનો પોકાર કરી સરપંચને ઉગ્ર રજૂઆત કરી હતી.