12 રૂપિયાની મેગી મળશે હવે 14 રૂપિયામાં
નેસ્લેએ ચા, કોફી અને દૂધની કિંમતમાં પણ કર્યો વધારો
- Advertisement -
જ્યારે ભૂખ લાગી હોય ત્યારે કશું ન સુજે ત્યારે મેગી હંમેશા આપણો સહારો બનતી હોય છે. ત્યારે હવે બે મિનિટમાં તૈયાર થતી મેગી પણ મોંઘી બની છે. મેગીનું ઉત્પાદન કરતી નેસ્લે ઈન્ડિયા કંપનીએ મેગીના નાના પેકેટની કિંમતમાં રૂપિયા 2નો વધારો કર્યો છે. હવેથી મેગી રૂપિયા 12ની બદલે 14માં મળશે. જો કે નેસ્લેએ 14 માર્ચથી ચા, કોફી અને દૂધની કિંમતમાં પણ વધારો કર્યો છે. ભાવ વધારા અંગે કંપનીએ કહ્યું છે કે, પડતર કિંમતમાં વધારાને કારણે આ વસ્તુઓની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
મેગીના ભાવમાં 9 થી 16 ટકાનો વધારો કર્યો હોવાથી હવે મેગીના 70 ગ્રામના પેકેટ માટે રૂપિયા 12ના બદલે 14 ચુકવવા પડશે. તેમજ 140 ગ્રામના મેગી મસાલા નૂડલ્સની કિંમતમાં 3 રૂપિયા એટલે કે 12.5 ટકાનો વધારો કર્યો છે. મેગીનું 560 ગ્રામનું પેકેટ 96 રૂપિયાના બદલે 105 રૂપિયાનું મળશે. ઉપરાંત હિન્દુસ્તાન યુનિલિવરે બ્રુ કોફીમાં 3 થી 7 ટકાનો વધારો કર્યો છે. નેસ્લેએ A પ્લસ દૂધના એક લિટરની કિંમતમાં પણ વધારો કર્યો છે.
વધુમાં ઈન્સટન્ટ કોફી પાઉચની કિંમત ટકાથી વધીને 6.66 ટકા થઈ છે. તાજમહેલ ચાના ભાવ 3.7 ટકાથી વધીને 5.8 ટકા થયા છે. આમ મોંઘવારીને કારણે મધ્યમ વર્ગીય પરિવારની કમર તૂટી રહી છે.


