આજે ભલે દુનિયાએ ઘણી પ્રગતિ કરી લીધી હોય, હવે મોબાઈલ ફોન દ્રારા દુનિયામાં ગમે ત્યાં કોઈની પણ સાથે વાત કરી શકાય છે, પરંતુ એક સમય હતો યારે માત્ર પત્રો કે પોસ્ટકાર્ડનો ઉપયોગ થતો હતો. લોકો દુનિયાના ખૂણે–ખૂણેથી પોતાના નજીકના અને પ્રિયજનોને પોસ્ટકાર્ડ મોકલતા અને તેમની સ્થિતિ જણાવતા અને તેમના પ્રિયજનો પાસેથી સારા સમાચારની અપેક્ષા પણ રાખતા. જો કે સામાન્ય રીતે પોસ્ટકાર્ડ થોડા દિવસોમાં પોતાના મુકામ પર પહોંચી જતા હતા, પરંતુ આજકાલ એક એવું પોસ્ટકાર્ડ ચર્ચામાં છે, જે 54 વર્ષમાં પોતાના મુકામ પર પહોંચી ગયું છે. તેની સફરની કહાની ખૂબ જ રસપ્રદ છે.
અહેવાલ મુજબ, આ પોસ્ટકાર્ડ જેસિકા મીન્સ નામની મહિલાને મળ્યું છે. જેસિકાએ જણાવ્યું કે તેણીએ પોતાનો મેઇલબોકસ ખોલતાની સાથે જ તેને 30 વર્ષથી વધુ સમયથી મૃત વ્યકિત સાથે સંબંધિત એક પોસ્ટકાર્ડ મળ્યું. જેસિકા અનુસાર, આ પોસ્ટકાર્ડ પેરિસથી વર્ષ 1969માં મોકલવામાં આવ્યું હતું, જે 54 વર્ષ પછી એટલે કે 2023માં સાચા સરનામે પોર્ટલેન્ડ પર પહોંચ્યું હતું.
- Advertisement -
જેસિકાએ જણાવ્યું કે ‘પહેલાં તો મને લાગ્યું કે આ પોસ્ટકાર્ડ મારા કોઈ પાડોશીનું હશે, પરંતુ પછી મને ખબર પડી કે તે મારા ઘરના મૂળ માલિકોના નામે છે. પોસ્ટકાર્ડ શ્રી અને શ્રીમતી રેને એ. ગગનનને મોકલવામાં આવ્યો હતો, જે રોય નામના વ્યકિત વતી મોકલવામાં આવ્યો હતો.
જેસિકાએ વધુમાં જણાવ્યું કે આ પોસ્ટકાર્ડમાં લખેલું હતું કે, ‘જ્યાં યાર સુધી તમને આ કાર્ડ મળશે ત્યાં સુધીમાં હત્પં ઘરે આવી ગઈ હોઈશ, પરંતુ મેં તેને એફિલ ટાવરથી મોકલવાનું યોગ્ય માન્યું, યાં હત્પં અત્યારે હાજર છું. બહત્પ જોવાનો મોકો મળ્યો નથી, પણ મેં જે જોયું તેનો આનદં માણી રહ્યો છું.આ પોસ્ટકાર્ડ સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જેના પર લોકો અલગ–અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે