દક્ષિણ ભારતમાં HMPVનો પ્રથમ કેસ નોંધાતા જ તમામ રાજ્યોને એડવાઇઝરી ઇસ્યુ કરતું કેન્દ્ર
રાજ્યમાં જો કે હજુ એક પણ કેસ નોંધાયો નથી : પરંતુ સાવચેત રહેવા લોકોને અપીલ : શરદી – ઉધરસ હોય તેવા લોકોએ જાહેર સ્થળોએ જવાનું ટાળવા સલાહ : ભીડ ભાડવાળા સ્થળોથી દૂર રહેવાની સાવચેતી જરૂરી આંખ – નાક કે મોઢાને સ્પર્શતા સમયે સ્વચ્છ રૂમાલનો ઉપયોગ કરવો: શ્વાસને લગતા લક્ષણો દેખાય તો તૂર્ત જ તબીબી સારવાર લેવી
- Advertisement -
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે HMPV વાયરસને લઈ ખાસ માર્ગદર્શિકા બહાર પાડી જેમાં જરૂરી સૂચનો પણ આપ્યા છે,આરોગ્ય વિભાગના નિષ્ણાંતોનું કહેવું છે કે, HMPV અન્ય શ્વસન જેવો વાયરસ છે અને હાલમાં ગુજરાતમા તેનો એક પણ કેસ નોંધાયો નથી.
ભારતમાં આજે જ HMPV વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો છે. ચીનમાં ફેલાયેલા માનવ મેટા ન્યૂમો વાયરસને લઇને ગુજરાત સરકાર એલર્ટ થઇ ગઇ છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આજે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ વાયરસ વૃદ્ધો અને બાળકોમાં ઝડપી ફેલાય છે. વાયરસગ્રસ્ત લોકોમાં સામાન્ય શરદી અને ફલુના લક્ષણો જોવા મળે છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે HMPV વાયરસને લઈ ખાસ માર્ગદર્શિકા બહાર પાડી જેમાં જરૂરી સૂચનો પણ આપ્યા છે,આરોગ્ય વિભાગના નિષ્ણાંતોનું કહેવું છે કે,HMPV અન્ય શ્વસન જેવો વાયરસ છે અને હાલમાં ગુજરાતમા તેનો એક પણ કેસ નોંધાયો નથી. બાળકો અને વૃદ્ધોએ સૌથી વધારે સચેત રહેવાની જરૂર છે.સામાન્ય શરદી અને ફ્લૂ જેવા લક્ષણો આ વાયરસમાં જોવા મળે છે.
- Advertisement -
સાથે સાથે આવશ્યક ન હોય તો આંખ-નાક-કાનનો સ્પર્શ ન કરવો જોઈએ તેમજ શરદી-ઉધરસ હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઈએ અને પ્રબળ રોગ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી જોઈએ તેમજ વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ અને ચેપગ્રસ્ત વ્યક્તિની ચીજવસ્તુઓના સંપર્કમાં આવવું ના જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે.
શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ માટે શું કરવું જોઈએ?
♦ જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
♦ નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
♦ ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત લોકોથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
♦ તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
♦ વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
♦ પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
♦ બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું.
♦ શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું
♦ બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
શું ના કરવું જોઈએ?
આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહિ.
ચેપગ્રસ્ત વ્યક્તિએ ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
જાતે દવા લેવાનું ટાળવું. લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.