સેન્ટ્રલ ઝોન કચેરીના ફાયર સ્ટેશનને તોડી નવું બનાવવા આયોજન :
કોઠારિયા, નવા રિંગ રોડ અને રેલનગર બાદ વધુ એક ફાયર સ્ટેશન માટે ટેન્ડર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના કનક રોડ પર મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત વર્ષો જૂના ફાયર સ્ટેશનની કાયાપલટ કરવાનો નિર્ણય કરાયો છે. મહાનગરપાલિકા દ્વારા રૂ.9 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન બનાવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાનું કનક રોડ પર આવેલું વર્ષો જૂનું ફાયર સ્ટેશન હાલમાં જર્જરિત હાલતમાં છે અને તેમાં બેસતા સ્ટાફને પણ જીવનું જોખમ હોવાની અનેક વખત રજૂઆત કરાઇ છે છતાં છેલ્લા ત્રણ વર્ષથી ફાયર સ્ટેશનના રિનોવેશનમાં મુદ્દત પાડવામાં આવી રહી હતી. દરમિયાનમાં ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ હાઇકોર્ટની ફટકાર અને રાજ્ય સરકારની સૂચના બાદ ફાયર સ્ટેશનને અદ્યતન બનાવવા કવાયત શરૂ કરાઇ છે અને વસ્તી તથા વિસ્તાર મુજબ હવે ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી તેજ બની છે.
જેના ભાગરૂપે કોઠારિયા વિસ્તાર પર એક, નવા રિંગ રોડ પર બે અને રેલનગર વિસ્તારમાં એક નવું ફાયર સ્ટેશન બનાવવાનો નિર્ણય કરાયો હતો અને રેલનગરમાં નવું ફાયર સ્ટેશન માટે ગુરૂવારે ટેન્ડર પ્રક્રિયા પણ કરી દેવામાં આવી છે.