લગ્નપ્રસંગ સહિતના સ્થળે ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ બે જાહેરનામાં પ્રસિદ્ધ કર્યા હતા જેમાં શહેરમાં કોઇપણ સ્થળે ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર ઝાના જાહેરનામામાં જણાવ્યું હતું કે, દિવસ કે રાત્રીના સમયમાં કોઇપણ ખાનગી કે જાહેર સ્થળ પર કોઇપણ પ્રકારના દારૂખાનું-ફટાકડા ફોડવા, સળગાવવા કે ફટાકડા સળગાવી કોઇ વ્યક્તિ પર જાહેરમાં છુટા ફેંકવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ પ્રતિબંધ તા.10મેથી તા.15મે સુધી અમલી રહેશે. ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે.