1590 લિટર બાયોડીઝલ, કાર, ટેન્કર સહિત કુલ 95.50 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં બાયોડિઝલનું ગેરકાયદેસર વેચાણ ધમધોકાર ચાલી રહ્યું છે તેવામાં આ પ્રકારના ગેરકાયદેસર બાયોડિઝલના વેચાણ પર ચોટીલા પ્રાંત અધિકારી બાદ ગાંધીનગર એસ.એમ.સી દ્વારા પણ દરોડો કરાયો હતો જે દરોડામાં નાશી ગયેલ હોવાનું દર્શાવામાં આવેલ શખ્સ ફરી એક વખત બાયોડીઝલ સહિત 95.50 લાખ રૂપિયાના મુદામાલ સાથે ઝડપી લેવાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર લીંબડી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે રાસકા ગામ નજીક નર્મદા કેનાલ પાસે બાયોડિઝલનું કટીંગ થતું હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો કર્યો હતો જે દરોડા દરમિયાન આગાઉ ગાંધીનગર એસ.એમ.સી દરોડામાં નાશી છુટેલ રવિરાજસિંહ રણજીતસિંહ ઝાલા, સુનિલગીરી બુધ્ધિગીરી ગૌસ્વામી તથા દેવિલાલ માંગીલાલ કસનને શંકાસ્પદ બાયોડિઝલ 1590 લીટર, ટેન્કર, કાર, મોબાઇલ તથા મોટર સહિત કુલ 95,50,500/- રૂપિયાના મુદામાલ સાથે ઝડપી લઇ તમામ વિરુધ લીંબડી પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.