જોકે હજુ વળતી મુસાફરી 7 ફેબ્રુઆરીના પ્રારંભ થશે : મસ્કની કંપની દ્વારા મિશન હાથ ધરાયું
જુન માસથી અંતરીક્ષ લેબમાં ફસાયેલા અમેરિકાના બે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને પરત લાવવા માટે નાસા દ્વારા થઇ રહેલા પ્રયાસ વચ્ચે હવે એલન મસ્કની સ્પેસ કંપની સ્પેસ એકસનો અવકાશયાન સ્પેસ લેબ સાથે જોડાઇ ગયું છે.
- Advertisement -
ક્રુ-9 મીશન તરીકે સ્પેસ એકસની ડ્રેગન કેપ્સ્યુલમાં નાસાના અવકાશ યાત્રી નીક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેકઝાન્ડર ગોરબુનોવ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં પહોંચી ગયા છે અને હવે આ ડ્રેગન કેપ્સ્યુલ તેની વળતી મુસાફરીમાં સુનિતા વિલિયમ્સ અને તેના સાથીને પૃથ્વી પર પરત લાવશે. જોકે આ માટે તેઓએ આગામી ફેબ્રુઆરી માસ સુધી રાહ જોવી પડશે. આ બંને અવકાશયાત્રીઓને લઇને સ્પેસ લેબ પહોંચેલુ બોઇંગનું સ્ટાર લાઇનરમાં ટેકનીકલ ક્ષતિ ઉભી થતા બંને અવકાશયાત્રી સાથે તેઓને પરત લાવવાનું જોખમ લેવામાં આવ્યું ન હતું. જોકે સ્ટારલાઇનર બાદમાં સલામત રીતે ઓટોપાયલોટથી પૃથ્વી પર પરત આવી ગયું છે.
પરંતુ સુનિતા અને તેના સાથીદારને લઇને આ કેપ્સ્યુઅલ 7 ફેબ્રુઆરી પૃથ્વી પર પરત આવશે. સુનિતા અને તેના સાથી અવકાશયાત્રીને સફળતાપૂર્વક કોમ્પ્લેક્ષ-40માં પરત લાવવામાં આવશે આ બંને માટે ખાસ સ્પેસશુટ પણ મોકલવામાં આવ્યા છે. સ્પેસ લેબમાં ડ્રેગન કેપ્સ્યુઅલ પહોંચતા જ વાતાવરણ હળવુ થઇ ગયું હતું. જોકે સુનિતા અને તેના સાથીદારને ફકત એક અઠવાડિયા માટે સ્પેસમાં જવાનું હતું તેના બદલે પાંચ મહિના રોકાવું પડયું હતું.