બે માસમાં ત્રીજી વખત વડોદરા પર સંકટ : વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનકથી એક ફુટ દુર
અનેક સોસાયટીઓમાં બેથી ત્રણ ફુટ પાણી ઘુસતા લોકોના જીવ તાળવે : તંત્ર એલર્ટ
- Advertisement -
ગુજરાતની સંસ્કાર નગરી વડોદરામાં ફરી વખત પૂરનું સંકટ સર્જાયુ છે. ભારે વરસાદના કારણે વિશ્વામિત્રીની સપાટી ભયજનક સ્તરથી એક જ ફુટ દુર છે અને કાળાઘોડા બ્રીજની જળ સપાટી રપ ફૂટે પહોંચી ગઇ છે અને સતત પાણીની આવક ચાલુ છે.
આઝવા ડેમની સપાટી 213.26 ફુટે પહોંચી છે અને પ્રતાપપુરા ડેમના દરવાજા હજુ બંધ છે પરંતુ ગમે તે ઘડીએ આઝવા અને પ્રતાપપુરામાંથી પાણી છોડવાની શકયતા છે. જોકે તંત્રએ ઇન્કાર કર્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થઇ ગયું છે.
વડસરથી કોટેશ્વર જતા માર્ગ પર પાણી ફરી વળતા 4 થી 5 સોસાયટીમાં 3 થી 4 ફુટ પાણી ભરાયા છે. અગાઉ 24 જુલાઇ અને ર6 ઓગષ્ટે વડોદરામાં પુર આવ્યું હતું તેની યાદ તાજી થઇ છે.
- Advertisement -
પુરથી વાહનોને બચાવવા લોકોએ ઓવરબ્રીજ ઉપર વાહનોના ખડકલા કરી દીધા છે. જો પાણીની સપાટી વધે તો ઓવરબ્રીજ પણ પાણીમાં ગરક થઇ જશે. આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. શહેરમાં એનડીઆરએફને એલર્ટ કરી દેવામાં આવી છે.