નવાબી શાસના 92 વર્ષથી ગરબી યોજાઇ છે
માતાજીને ચાંદીના ગરબામાં દિપ પ્રગટાવી નવરાત્રિ યોજાઇ છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ શહેરમાં પ્રાચિન અને અર્વાચિન ગરબીમાં રાસની રમઝટ બોલાઇ રહી છેએક તરફ અર્વાચિન ગરબીનું પ્રમાણ વઘ્યુ છે પંતુ અનેક પ્રાચિન ગરબીઓનું આકર્ષણ માત્ર બરકરાર જ નથી રહ્યુ, બલ્કે વધી રહ્યુ છે. આવી જ એક પ્રાચિન ગરબી એટલે વણઝારી ચોકમાં થતી પ્રાચિન ગરબી આ ગરબીના આયોજન કિશોર ધનેશાએ જણાવ્યુ હતુ કે, અહિં 92 વર્ષ કરતા વધુ વર્ષથી પ્રાચિન ગરબી થાય છે. વર્ષો પહેલા જયારે નવાબનું શાસન હતુ ત્યારે બહેનો જાહેરમાં ગરબા ન ગાતા પુરૂષો ગરબા કરતા આવી જ એક ગરબાની સ્પર્ધામાં વણઝારી ચોકના યુવકો વિજેતા બનતા નવાબે ચાંદીનો ગરબો અને ગરબા માથે ઢાંકવાની ચાંદીની રકાબી આપીહતી. બસ ત્યારથી દર વર્ષે ચાંદીના ગરબામાં જ દિપ પ્રાગ્ટય કરાય છે. અહિં વણઝારી ચોક ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરાય છે. માં અંબાના સ્વરૂપ સમાન નાની નાની 180 બાળાઓ અહિં માતાજીના ગરબા પર રાસની રમઝટ બોલાવે છે.
ભૂવારાસ, સળગતી ઇંઢોણી રાસ, ટિપ્પણી રાસ, વિછુડો રાસ, પટેલ પટલાણી રાસ લોક આકર્ષણનું કેન્દ્ર છે. હવે સ્કેટીંગ રાસનું પણ આયોજન થઇ રહ્યુ છે. આ બધા રાસ નિહાળવા માટે ભાવિકો ઉમટી પડે છે ત્યારે વણઝારી ચોકમાં પગ મુકવાની પણ જગ્યા રહેતી નથી લોકો ટોળે વળીને કલાકો સુધી ઉભા રહીને પણ રાસ નિહાળે છે. આમ અર્વાચિન રાસના સમયમાં પણ પ્રાચિન ગરબીનું આકર્ષણ જળવાઇ રહેવા સાથે વધી રહ્યું છે. જે ગીતે વૈશ્ર્વિક ઓળખ અપાવી તે મારે ટોડલે બેઠો રે મોરકાં બોલે ? આ લોક ગીત પદ્મશ્રી સ્વ.દિવાળીબેન ભીલ અહીં ગાતા ત્યારે તેની યાદમાં આ લોકગીત દરરોજ ગવાય છે.