ઊનાના વરસિંગપુર ગામે સ્વેચ્છાએ લોકોએ 74 લાખની જમીન પરનું દબાણ દૂર કર્યું
જૂના ઉગલા ગામે આશરે 9.5 કરોડની 2,34,970 ચો.મી. જમીન પરનું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ, તા.5
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની માન.કલેકટર સાહેબની મુલાકાત દરમિયાન તાલુકાના ગામોએ રોડ પરના તમામ દબાણો ,જાહેર સ્થળો અને રસ્તાઓ પર નડતરરૂપ વિવિધ હંગામી દબાણો દૂર કરવા સૂચના આપતા, આજરોજ ઉના તાલુકાના વરસિંગપુર ગામે વસીપુર- રાતડ જાહેર રસ્તાની બંને સાઈડના ગામતળ /ગૌચર/ની 4970 ચો. મી. જમીન કુલ કિંમત રૂપિયા 74 લાખ 55 હજારની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી.
- Advertisement -
તેમજ ગીરગઢડા તાલુકાના જુના ઉગલા ગામે ગૌચરની જમીન પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી છેલ્લા ત્રણેક દિવસથી ચાલુ છે જે અંતર્ગત આજરોજ કુલ 29 દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ કુલ 2,30,000 ચો.મી. જમીન જેની કિંમત આશરે રૂ. 5 કરોડ 60 લાખની જમીન ખુલ્લી કરવામાં આવી. આમ જુના ઉગલા ગામે અત્યાર સુધીમાં કુલ 80 દબાણદારો દ્વારા દબાણ કરેલ આશરે 391500 ચો.મી. જમીન જેની કિંમત આશરે રૂ. 9 કરોડ 50 લાખની જમીન ખુલ્લી કરાવવામાં આવી. આગામી દિવસોમાં પણ બાકી રહેલ દબાણ ખુલ્લું કરવાની કામગીરી ચાલુ રહેશે.