ખાસ-ખબર સંવાદદાતા
ઉદયપુરની ઘટના બાદ પોલીસ એલર્ટ થઇ છે. સોશિયલ મિડિયાનાં જુદા જુદા પ્લેટફોર્મ ઉપર જૂનાગઢ પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેના માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ સોશિયલ મિડિયાનાં દરેક પ્લેટ ફોર્મ પર તપાસ કરી રહી છે.
જૂનાગઢ જિલ્લા પોલીસે જાહેર જનતા જોગ સંદેશ આપી જણાવ્યું હતું કે,જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ કટીબધ્ધ છે. પોલીસની ખાસ ટીમો સોશિયલ મિડિયાનાં પ્લેટફોર્મ જેવા કે, વોટસઅપ,ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ,લીન્કડીન, ટેલીગ્રામ,ટ્વીટર, સ્નેપચેટ, એમએકસ ટકાટક ઉપર સતત ચાંપતી વોચ રાખી રહી છે. કોઇપણ વ્યક્તિ દ્વારા કોઇની ધાર્મીક, સામાજીક લાગણી દુભાય એવું કે અન્ય વાંધાજનક મેસેજ,પોસ્ટ,કોમેન્ટ,વિડિયો કે લખાણ સોશિયલ મિડિયા પર અપલોડ કે ફોરવર્ડ કરવામાં આવશે કે ખોટી અફવા ફેલાવવામાં આવેશે તો તેવા લોકો સામે સખ્તાઇપૂર્વક કાયદેસરની કાર્યવાહી
કરવામાં આવશે.