1.80 લાખની લેબ અને 85 હજારનો પાણીનો બોર થયો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં સુખનાથ ચોકમાં આવેલી શ્રી મારી પ્રાથમિક શાળામાં દાતા પંચમીયા પરિવાર તરફથી 1,80,000 ના ખર્ચે કોમ્પ્યુટર લેબ તેમજ ધારાસભ્ય ભીખાભાઈ જોષીની ગ્રાન્ટમાંથી 85,000ના ખર્ચે પાણી બોર તેમજ વોટર પંપ સેટ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. શાળાને મુખ્ય દાતાપ્રાણલાલ મણીલાલ પંચમીયા હસ્તે અશ્વિનભાઈ પંચમીયા મુંબઈ નિવાસી સવિતાબેન પ્રાણલાલ પંચમીયા પરિવાર તરફથી 10 કોમ્પ્યુટર અર્પણ કર્યાં હતાં. આ તકે મનસુખભાઈ વાજા, નાગબાઈ વાળા, દાતાર સેવક બટુક બાપુ,વોટર કુલરના દાતા દામજીભાઈ પરમાર, અબ્બાસભાઈ કુરેશી, વાહબભાઈ કુરેશી, મનુભાઈ ગાધે સહિતનાં હાજર રહ્યાં હતાં. આ તકે મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થી સન્માન અને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ તકે શાળાના આચાર્ય જયભાઈ વાસવેલિયાએ તમામ દાતા આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મારી પ્રાથમીક શાળાનાં શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.