મંત્રીઓ પણ શપથ લેશે; કાર્ની ટ્રમ્પના વિરોધી છે, ભારત સાથે સારા સંબંધોના હિમાયતી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13
કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે એટલે કે શુક્રવાર 14 માર્ચે યોજાશે. તેઓ કેનેડાના 24મા વડાપ્રધાન તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગ્યે રાજધાની ઓટ્ટાવામાં રીડો હોલના બોલરૂમમાં યોજાશે.
કાર્ની ઉપરાંત તેમના મંત્રીમંડળના સભ્યો પણ શુક્રવારે શપથ લેશે. તેમણે 9 ફેબ્રુઆરીના રોજ લિબરલ પાર્ટીના નેતાની ચૂંટણી જીતી હતી. કાર્નીને 85.9% મત મળ્યા હતા. માર્ક કાર્ની વર્તમાન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના સ્થાને સત્તા સંભાળશે.
પાર્ટી નેતાની ચૂંટણી જીત્યા બાદ કાર્નીએ વડાપ્રધાન ટ્રુડોને સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે સત્તા સોંપવા અંગે ચર્ચા થઈ હતી. ટ્રુડોએ જાન્યુઆરીમાં વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. શુક્રવારે, ટ્રુડો ગવર્નર જનરલ પાસે જશે અને સત્તાવાર રીતે પોતાનું રાજીનામું સુપરત કરશે.
જસ્ટિન ટ્રુડોએ 10 ફેબ્રુઆરીના રોજ લિબરલ પાર્ટીના સંમેલનમાં કેનેડાના વડાપ્રધાન તરીકે તેમનું વિદાય ભાષણ આપ્યું. આ પછી તેમણે પોતાની ખુરશી ઉઠાવીને સંસદમાંથી બહાર નીકળી ગયા હતા. જસ્ટિન ટ્રુડોએ 10 ફેબ્રુઆરીના રોજ લિબરલ પાર્ટીના સંમેલનમાં કેનેડાના વડાપ્રધાન તરીકે તેમનું વિદાય ભાષણ આપ્યું. આ પછી તેમણે પોતાની ખુરશી ઉઠાવીને સંસદમાંથી બહાર નીકળી ગયા હતા.
માર્ક કાર્ની એક અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ સેન્ટ્રલ બેંકર છે. કાર્ની 2008માં બેંક ઓફ કેનેડાના ગવર્નર તરીકે ચૂંટાયા હતા. કેનેડાને મંદીમાંથી બહાર કાઢવા માટે તેમણે લીધેલા પગલાંને કારણે, બેંક ઓફ ઈંગ્લેન્ડે તેમને 2013માં ગવર્નર પદની ઓફર કરી.
બેંક ઓફ ઈંગ્લેન્ડના 300 વર્ષના ઇતિહાસમાં આ જવાબદારી સોંપવામાં આવનાર તેઓ પ્રથમ બિન-બ્રિટિશ નાગરિક હતા. તેઓ 2020 સુધી તેની સાથે જોડાયેલા રહ્યા. બ્રેક્ઝિટ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોએ તેમને બ્રિટનમાં પ્રખ્યાત બનાવ્યા.
ઘણા મતદારો માને છે કે કાર્નીની આર્થિક ક્ષમતાઓ અને તેમનો સંતુલિત સ્વભાવ ટ્રમ્પને સાધવામાં મદદ કરશે. ખરેખર, કાર્ની લિબરલ પાર્ટીમાં ટ્રમ્પના વિરોધી છે. તેમણે દેશની આ સ્થિતિ માટે ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે ગયા મંગળવારે એક ચર્ચા દરમિયાન કહ્યું હતું કે ટ્રમ્પની ધમકીઓને કારણે દેશ પહેલેથી જ ખરાબ સ્થિતિમાં છે. ઘણા બધા કેનેડિયનો વધુ ખરાબ જીવન જીવી રહ્યા છે. ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં વધારાને કારણે દેશની સ્થિતિ વધુ ખરાબ થઈ છે.
કાર્ની તેમના વિરોધીઓ કરતાં તેમના પ્રચાર અંગે વધુ સાવધ રહ્યા છે. પીએમ પદના ઉમેદવાર બન્યા પછી તેમણે હજુ સુધી એક પણ ઇન્ટરવ્યુ આપ્યો નથી. તેઓ ટ્રમ્પ વિરોધી છે, પરંતુ કેનેડાને 51મું યુએસ રાજ્ય બનાવવા અને દેશ પર ટેરિફ લાદવા અંગે ટ્રમ્પની નિવેદન પર ટિપ્પણી કરવાનું ટાળ્યું છે.