By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    3 hours ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    4 hours ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    6 hours ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    1 day ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
    4 hours ago
    કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવ્યા
    4 hours ago
    ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા
    5 hours ago
    બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
    6 hours ago
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 day ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 day ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 day ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    4 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    5 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    4 hours ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    1 day ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    1 day ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    1 day ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરજકરાડી ગામને મળ્યો નગરપાલિકાનો દરજ્જો છતાં સુવિધાના નામે મીંડું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુરજકરાડી ગામને મળ્યો નગરપાલિકાનો દરજ્જો છતાં સુવિધાના નામે મીંડું
ગુજરાત

સુરજકરાડી ગામને મળ્યો નગરપાલિકાનો દરજ્જો છતાં સુવિધાના નામે મીંડું

Khaskhabar Editor
Last updated: 2024/07/20 at 5:23 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

સરકારી શાળા, લાયબ્રેરી, બાળકોને રમવા માટેનું મેદાન સહિતની અનેક વ્યવસ્થાનો અભાવ
ખાસ-ખબર ન્યૂઝ ઓખા

સુરજકરડીને 15 વર્ષથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો પણ દબદબો ન મળ્યો! કારણ કે આજે પણ અનેક સમસ્યાઓનો સામનો સુરજકરાડીનાં નગરજનો કરી રહ્યા છે. અહીં સારી સરકારી શાળા નથી, લાયબ્રેરી નથી, બાળકોને રમવા રમતનું મેદાન નથી, બાગ-બગીચા નથી, તળાવો છે તે પણ કંપનીનાં પાપે અને સત્તાધિકારીઓની કામની લાલચને લીધે ઝેર થઈને નર્કાગારમાં તબદીલ થઇ ગયા, ટ્રાફિકનાં કોઈ નિયમ પળાતા નથી, પોલિસ મોટા ભાગે પોતાના બીજા વહીવટમાં હોય એટલે રોડ ઉપર કે જાહેરમાં બહુ દેખાતા નથી એટલું જ નહીં કચેરીની ત્રણ બાજુએ જર્જરિત બાંધકામ, ગંદકી-કચરા,માખી-મચ્છરનો ઉપદ્રવ જોવા મળે છે. જર્જરિત બિલ્ડીંગમાં આરોગ્ય કર્મચારીઓએ બેસવું પડે, ફાઈલો- ફર્નિચર અને આરોગ્ય સાધનોની હાલત બેહાલ, જર્જરિત છતમાંથી પાણી ટપકે છે, નગરપાલિકાની માલિકીના શોપિંગ સેન્ટરનો રવેશ ગમે ત્યારે કચેરીનાં જ ગ્રાઉન્ડમાં ધડામ થઈ જાય તેવી હાલતમાં છે છતાં પણ સરકારી નિયમોનાં ઉલાળીયા થઈ રહ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આમ સુરજકરાડીના લોકો અનેક સમસ્યાઓથી ત્રસ્ત છે.

- Advertisement -

હવે ઉંડાણપૂર્વક વાત કરીએ તો પીવાનું પાણી 8થી 10 દિવસે આવે, એટલે કે આખા વર્ષમાં ન.પા.નાં નળમાં 35થી 40 વખત પાણી આવે છે! વરસાદનાં સમયમાં રોગચાળાની તકેદારી માટે રાજ્ય સરકાર અનેક પગલાં ભરે છે અને ગ્રાન્ટ પણ આપે છે પણ સ્થાનિક નગરપાલિકાના સત્તાધિશો અને અધિકારી તેમજ કર્મચારીઓ જ્યાં સુધી પોતાની ફરજ અને જવાબદારી ન સમજે ત્યાં સુધી સામાન્ય પ્રજા માટે સુખાકારીનાં દિવસો દિવાસ્વપ્ન સમાન છે. સરકારી નિયમો અને તેનાં પાલનની વાત કરવામાં આવે તો સુરજકરાડીની કચેરીને અડોઅડ તેની જ માલિકીનાં શોપીંગ સેન્ટરનો રવેશ ગમે ત્યારે પડે એમ છે, વળી કમ્પાઉન્ડનાં એક ખુણામાં એક રૂમમાં ફાઈલોનાં કબાટ અને ભંગાર પડેલા છે એ રૂમ ગમે ત્યારે છતથી જ પડી જાય એવી સ્થિતિ છે! આ જ ન.પા.પેટા કચેરીની પાછળની સાઈડમાં આરોગ્ય કેન્દ્રનાં રૂમો આવેલા છે જે પૈકી એક ભાગનાં બે રૂમોને 2019માં જર્જરિત જાહેર કરેલા તે થોડા દિવસ પહેલા પડી ગયેલ છે.

આ ઉપરાંતનાં બે ભાગમાં આરોગ્ય કેન્દ્ર ચાલુ છે જેમાં એક ભાગ સુરક્ષિત હોઈ ત્યાં દર્દીઓ આવે છે પણ જ્યાં આરોગ્ય કેન્દ્રનાં કર્મચારીઓ બેસે છે અને ફાઈલો, દવાઓ, સાધનો રાખ્યાં છે તે બે રૂમવાળો વિભાગ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ છે. આ જર્જરિત વિભાગમાં જીવનાં જોખમે કર્મચારીઓ ફરજ બજાવે છે. હાલ ચાંદીપુરા અને કોલેરા જેવા રોગોનો ઉપદ્રવ ગુજરાતમાં મોં ફાડીને બેઠું છે ત્યારે શું દ્વારકા તાલુકાનું આરોગ્ય વિભાગ નિંદ્રામાં જ હશે? ટુંકમાં ઓખા નગરપાલિકાની આ કચેરીએ કામકાજ માટે નગરજનો આવે અથવા આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ અને તેનાં સગાં સાથે આવે ત્યારે તે લોકોએ કચેરી કમ્પાઉન્ડમાં રહેલી ગંદકી, કચરા, માખી, મચ્છર અને દુર્ગંધવાળા વાતાવરણની ફરજિયાત ભેટ લઈને જ જવાનો ઘાટ રચાયો છે. આ પરિસ્થિતિ અંગે દ્વારકા તાલુકાનાં આરોગ્ય અધિકારી ડો. ખાણિયા સાથે ટેલિફોનીક વાત કરતાં તેમણે સરકારી જવાબ આપ્યો કે અમોએ ઉપર જાણ કરેલ છે. તો પ્રશ્ર્ન એ છે કે શું ઓખા નગરપાલિકાનાં પ્રમુખ અને ચિફ ઓફિસર આ ખરાબ સ્થિતિ વિષે જાણતા નહીં હોય? શું દ્વારકા તાલુકાનાં આરોગ્ય વિભાગનાં જવાબદારો માત્ર કાગળ ઉપર જ સબ સલામતનું રિપોર્ટ કરતાં હશે? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ઓખા નગરપાલિકામાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન
ઓખા નગરપાલિકા વિસ્તારમાં અનેક જર્જરિત મકાનોને ચિફ ઓફિસરને નોટીસ આપવાનો સમય પણ મળ્યો નથી. નગરપાલિકા વિસ્તારોમાં કોઈ પણ ઔદ્યોગિક, શૈક્ષણિક કે વાણિજ્ય એકમ પાસે ફાયરનાં પુરતાં સાધનો ન હોવા છતાં અને ફાયર એનઓસી પણ ન હોવા છતાં ચિફ ઓફિસર કે અન્ય સરકારી જવાબદાર અધિકારીને કોઈ ફરક પડતો નથી. ઓખા નગરપાલિકાને છેલ્લા ઘણાં વર્ષોથી કાયમી ચિફ ઓફિસર મળ્યા જ નથી. હાલ જે છે તે પણ રિટાયર કર્મચારી 11 માસનાં એગ્રીમેન્ટ પર છે, જે માત્ર વહીવટ કરવા આવ્યા છે. આમ ઓખા નગરપાલિકામાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે.

- Advertisement -

You Might Also Like

જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો

બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિનો દેવસ્થાન સમિતિ સામે મોરચો : ચાર વર્ષથી ન્યાયની રાહ

૪ દિવસ ગુજરાતમાં મેઘમહેરની આગાહી : સુરતમાં અઢી ઇંચ વરસાદ

મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ

ગુજરાતમાં સોશિયલ મીડિયાનું ખતરનાક ‘વળગણ’ : લાઇક્સ અને ફોલોઅર્સ ન વધતા દર્દીની સંખ્યામાં 650%નો તોતિંગ વધારો

TAGGED: convenience, municipality, okha, Surjakaradi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દરેક મુલાકાતને અંતે એક જુદાઈ છે
Next Article MGહોસ્ટેલનું બિલ્ડિંગ 2,430.40 લાખના ખર્ચે નવું બનશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ટ્રકમાં બનાવેલી એક્સ્ટ્રા ડીઝલ ટેન્કમાં સંતાડેલો 372 બોટલ દારૂ ઝડપાયો : 11.53 લાખનો મુદામાલ કબ્જે
નહેરૂનગરમાં ગાળો બોલવા પ્રશ્ને બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ : જાહેરમાં છરીઓ ઉડી
જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિનો દેવસ્થાન સમિતિ સામે મોરચો : ચાર વર્ષથી ન્યાયની રાહ
દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ગુજરાત

બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિનો દેવસ્થાન સમિતિ સામે મોરચો : ચાર વર્ષથી ન્યાયની રાહ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ગુજરાત

૪ દિવસ ગુજરાતમાં મેઘમહેરની આગાહી : સુરતમાં અઢી ઇંચ વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?