વેસુ વીઆઇપી રોડ સ્થિત એટલાન્ટા બિઝનેસ હબમાં લક્ઝરીયા સલુન એન્ડ વેલનેસ સ્પામાં પોલીસે દરોડા પાડી સ્પાની આડમાં વિદેશી યુવતીઓ પાસે કરાવવામાં આવતા દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ કરી સ્પા માલિક સહિત 9 ની ધરપકડ કરી છે.
ખટોદરા પોલીસે બાતમીના આધારે વેસુના એટલાન્ટા બિઝનેસ હબમાં લક્ઝુરીયા સલુન એન્ડ વેલનેસ સ્પામાં દરોડા પાડયા હતા. જયાંથી સ્પા માલિક જનક રાજેન્દ્ર માટલીવાલા, (રહે, ઘર નં. 26 આશીર્વાદ ટાઉનશીપ, વેલકમ પાન પાસે ઉધના), મેનેજર અક્ષય સુર્યકાંત ગાયકવાડ, સ્પાનો કર્મચારી રોહન રામમુરત વર્મા ઉપરાંત
શરીરસુખ માણવા આવનાર વિક્રમ મહેન્દ્રભાઇ જૈન, ધીરજ જુગલકીશોર ભુત, દેવીલાલ ભંવરલાલ રાઠી, મહેશ ત્રી લોકચંદ ચાંડક, ગોપાલ રૂપચંદ રાઠી, સુરેશકુમાર કીશનલાલ રાઠીને ઝડપી પાડી રોકડ, મોબાઇલ ફોન, કોન્ડમ વિગેરે મળી કુલ રૂ. 3.46 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
પોલીસે મલ્ટીપલ વીઝા ઉપર ભારત આવી દેહવિક્રયનો ધંધો કરનાર થાઇલેન્ડની 5 યુવતીઓની પણ અટકાયત કરી છે.
- Advertisement -
રીપોટ
સુનિલ ગાંજાવાલા
સુરત