1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટના આરોપી ગેંગસ્ટર અબુ સાલેમને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો, જે પણ સજા થશે તે કોર્ટ નિર્ણય કરશે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટના આરોપી ગેંગસ્ટર અબુ સાલેમને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે અબુ સાલેમની અરજી ફગાવી દીધી છે, જેમાં તેને આપવામાં આવેલી આજીવન કેદની સજાને પડકારી હતી.
- Advertisement -
શું કહ્યું સુપ્રીમ કોર્ટે ?
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, પ્રત્યાર્પણ સંધિ કોર્ટ પર લાગુ પડતી નથી. તો જે પણ સજા થશે તે કોર્ટ નિર્ણય કરશે. સાલેમે અરજીમાં આજીવન કેદની સજાને એ આધાર પર પડકારી હતી કે, 2002માં તેના પ્રત્યાર્પણ સમયે ભારતે પોર્ટુગલને આપેલા આશ્વાસન મુજબ તેને આપવામાં આવેલી સજા 25 વર્ષથી વધુ ન હોઈ શકે.
અબુ સાલેમે શું અરજી કરી હતી ?
અબુ સાલેમે અરજીમાં આજીવન કેદની સજાને એ આધાર પર પડકારી હતી કે, 2002માં તેના પ્રત્યાર્પણ સમયે ભારતે પોર્ટુગલને આપેલા આશ્વાસન મુજબ તેને આપવામાં આવેલી સજા 25 વર્ષથી વધુ ન હોઈ શકે.