ઈરાનમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપના કારણે હજુ સુધી કોઈ પણ પ્રકારના નુકસાનની માહિતી સામે આવી નથી. ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં પણ ઈરાનના અલગ-અલગ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ઓક્ટોબરમાં પણ આવ્યો હતો ભૂકંપ
- Advertisement -
અગાઉ ઓક્ટોબર-નવેમ્બરમાં પણ ઈરાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પછી ચર્ચા જાગી કે શું ઈરાને પરમાણુ પરીક્ષણ કર્યું છે? જો કે, એવા કોઈ અહેવાલો સામે આવ્યા નથી. માત્ર 2-3 મહિનાનો જ સમય વીત્યો છે કે દક્ષિણ ઈરાનની ધરતી ફરી એકવાર ધ્રુજી ઉઠી છે.
મહારાષ્ટ્રના પાલઘરમાં ધરતી ધ્રૂજી
સોમવારે ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સોમવારે સવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું હોવાના અહેવાલ નથી. પાલઘર એક એવો વિસ્તાર છે જ્યાં ભૂકંપના હળવા આંચકા વારંવાર અનુભવાય છે. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમે એક સત્તાવાર અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે દહાણુ તાલુકામાં સવારે 4.35 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, તાલુકાના બોરડી, દાપચરી અને તલાસરી વિસ્તારના લોકોએ વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.