બાકીદારો સામે મનપાની લાલ આંખ, કેટલીક દુકાનો હસ્તગત કરી
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાએ બાકીદારો સામે લાલઆંખ કરી છે વેરો વસૂલવા માટે શાખા સઘન કાર્યવાહી કરી રહી છે ત્યારે શાખાએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જ્યાં તેમણે કેટલીક દુકાનોને સીલ મારી કરવામાં આવી હતી.
છેલ્લા બે દિવસમાં કમિશનર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ ટેકસ શાખાએ લગભગ 12 કરોડથી ટેક્સની રિકવરી કરી હતી. ત્યારે આજે પણ અનેક જગ્યાએ મનપાએ પોસ્ટરો મારી દુકાનોનો કબજો મહાપાલિકાએ હસ્તગત કર્યો છે.