ઘરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી કર્મચારી, કારીગરો મજુરોની માહિતી વેબસાઈટ અથવા પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવી પડશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની સોની બજારમાંથી અલકાયદાના આતંકીના મોડ્યુલ પકડાયા બાદ પોલીસતંત્ર સફાળું જાગ્યું છે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે કે, નોકર, ઘરઘાટી, ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોએ ગુજહોમ ડોટ ગુજરાત વેબસાઈટ પર નોંધણી કરાવવી ફરજીયાત રહેશે.
- Advertisement -
શહેરમાં બનતા લુંટ, ધાડ, ખૂન તથા અપહરણ જેવા બનાવોમાં એવું જોવા મળેલ છે કે આવા ગુન્હાઓમાં રહેણાંક વિસ્તારના મકાનો, બંગલા, દુકાનો, કારખાનાઓ, ઔદ્યોગિક એકમો, ઓનલાઇન સર્વિસ પ્રોવાઇડરો જેવા વ્યવસાયિક એકમોમાં કામ કરતાં વ્યકિતઓ મકાન માલીકનો વિશ્વાસ મેળવી તેઓના મકાન તથા તેમની પ્રવૃતિ ઉપર વોચ રાખી પોતે તથા તેના સાગરીતો દ્વારા મિલ્કત સબંધી તેમજ શરીર સંબંધીના ગંભીર ગુના આચરતા હોય છે. જેના લીધે જાહેર સલામતિ અને શાંતી જોખમાય છે.
જેથી રાજકોટ શહેરના વિસ્તારોમાં મકાનો, બંગલા, દુકાનો, કારખાનાઓ, ઔદ્યોગિક એકમો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ટેક્ષટાઇલ ઉધોગ, હીરા ઉધોગો સાથે સંકળાયેલા તમામ પ્રાઇવેટ સેકટરના માલીકો, ઓનલાઇન સર્વિસ પ્રોવાઇડરો મેનેજમેન્ટ સ્ટાફે કે, જેઓના યુનિટમાં કામ કરતા ઘરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી કર્મચારી, કારીગરો મજુરો કે જે હાલમાં કામ પર છે તેવા તેમજ કામ ઉપર રાખવામાં આવનાર કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાકટના કર્મચારી, કારીગરો, મજૂરો નોકરોની માહિતી નોંધણી સિટીઝન પોર્ટલ વેબસાઇટ (ૂૂૂ.લીષવજ્ઞળય. લીષફફિિ.ંલજ્ઞદ,શક્ષ) અથવા સિટીઝન ફર્સ્ટ એન્ડ્રોઇડ એપ્લિકેશન મારફતે ઓનલાઇન નોંઘણી કરાવવાની રહેશે.