વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની પીએમ શેખ હસીના સંયુક્ત રૂપથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ત્રણ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું છે.
આ ત્રણ પરિયોજનાઓ ભારતની સહાયતાથી ચાલુ કરી છે. જેમાં અખૌરા-અગરતલા ક્રોંસ બોર્ડર રેલ લિંક, ખુલના-મોંગલા પોર્ટ રેલ લાઇન અને મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટની યૂનિટ-આ ત્રણ પરિયોજનાઓ સામેલ છે. અખૌરા-અગરતલા ક્રોસ-બોર્ડર રેલ લિંક યોજનાને ભારત સરકારની તરફથી બાંગ્લાદેશને 392.56 કરોડ રૂપિયાની સહાયતાથી ચાલુ કરવામાં આવી છે. પીએમઓના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, બાંગ્લાદેશમાં 6.78 કિમી ડબલ ગેજ રેલ લાઇન અને ત્રિપુરામાં 5.46 કિમીની સાથે રેલ લિંક લંબાઇ 12.24 કિમી છે.
- Advertisement -
#WATCH | On the inauguration of three development projects between India and Bangladesh, PM Narendra Modi says, "We have considered our approach of 'Sabka Sath Sabka Vikas' for our neighbour country Bangladesh also. We take pride in being the biggest development partner for… pic.twitter.com/85aeWWi6aQ
— ANI (@ANI) November 1, 2023
- Advertisement -
ખથુલના-મોંગલા પોર્ટ રેલ લાઇન યોજનાને ભારત સરકારની કન્સેશનલ લોન સુવિધા હેઠળ 38.83 કરોડ અમેરિકી ડોલરની કુલ યોજનાની સાથે તૈયાર કરવામાં આવી છે. આ યોજનામાં મોંગલા બંદરગાહ અને ખુલનામાં હાલની રેલ નેટવર્કની વચ્ચે લગભગ 65 કિમી બ્રોડ ગેજ રેલ રોડનું નિર્માણ સામેલ છે. જેની સાથે બાંગ્લાદેશની બીજી સૌથી મોટી પોર્ટ મોંગલા બ્રોડ ગેજ રોલ્વે નેટવર્કથી જોડાયેલી છે.
15 કિમી લાંબી અગરતલા-અખૌરા ક્રોસ બોર્ડર રેલ સંપર્ક(ભારતમાં 5 કિમી અને બાંગ્લાદેશમાં 10 કિમી) સીમા પર વેપારને મહત્વ આપવું અને ઢાંકાના રસ્તે અગરતલાથી કોલકતા આવવા-જવામાં જે સમય લાગે તેમાં ઘટાડો થયો છે. જો કે, ટ્રેનને અગરતલાથી કોલકતા પહોંચવામાં 31 કલાક લાગે છે, જે આ યોજના શરૂ થવાથી 21 કલાક જ લાગશે.