By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    3 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    4 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    5 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    6 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    2 days ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    2 days ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    3 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    3 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    5 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    6 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આપણી સંસ્કૃતિ, એમની વિકૃતિ: યે કહાં આ ગયે હમ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > આપણી સંસ્કૃતિ, એમની વિકૃતિ: યે કહાં આ ગયે હમ!
TALK OF THE TOWN

આપણી સંસ્કૃતિ, એમની વિકૃતિ: યે કહાં આ ગયે હમ!

Khaskhabar Editor
Last updated: 2020/12/09 at 3:36 PM
Khaskhabar Editor 6 years ago
Share
14 Min Read
SHARE

લોકો તમને કહેશે કે, દૂધ અને મિલ્ક પ્રોડક્ટ્સ બંધ કરો, કહેવાતા નિષ્ણાતો કહેશે કે, ઘઉં તો ખવાય જ નહિ, ડાયેટિશિયન સલાહ આપશે કે, શિંગતેલ કે તલનું તેલ ન ખવાય, માત્ર પાણી જેવું પાતળું ડબલ રિફાઇન્ડ એડિબલ ઓઇલ જ ખાવું જોઈએ… સાવધાન! કોઈપણ વસ્તુ છોડતાં પહેલા આ લેખ અવશ્ય વાંચો…

-કિન્નર આચાર્ય

તમારા ઘરમાં કે પરિવારમાં એંશી-નેવું વર્ષના કોઈ વડીલ હોય તો પૂછી જોજો: તેઓ જ્યારે સાવ નાનાં હતાં ત્યારે ઘરમાં રસોઈ માટે ક્યું તેલ ઉપયોગમાં લેવાતું? મોટાભાગનાં વડીલોનો જવાબ ‘તલનું તેલ’ હશે અને આજે આપણે કયું તેલ પેટમાં ઠાલવીએ છીએ? મલયેશિયાનું પામ ઓઈલ અને ગુજરાતનું કપાસિયાં તેલ! પામ ઓઈલનો એક અને એકમાત્ર ફાયદો એ છે કે, તેમાં બનેલું ફરસાણ લાંબા સમય લગી ખોરું થતું નથી. ટૂંકમાં કહીએ તો તેની શેલ્ફ લાઈફ વધુ છે. બીજું, એ મફતનાં ભાવમાં મળે છે. પણ, આ ફાયદાની સામે એનાં ગેરફાયદા અગણિત છે. કહો કે, એ શરીરનું ધનોતપનોત કાઢી નાખે છે, તેમાં બૅડ કોલેસ્ટરોલનું પ્રમાણ ભયાનક છે, હેલ્થ બૅનિફિટ્સ નહિવત્ છે અને કપાસિયાં તો આમ પણ પશુઓનો ખોરાક કહેવાય છે. આ આપણી ભવ્ય પ્રગતિ છે. તલ જેવાં પવિત્ર, ગુણકારી અને આશીર્વાદ સમાન તેલીબિયાંથી આપણે છેક કપાસિયાં જેવા પશુદાણ સુધી પહોંચી ગયા.

Contents
લોકો તમને કહેશે કે, દૂધ અને મિલ્ક પ્રોડક્ટ્સ બંધ કરો, કહેવાતા નિષ્ણાતો કહેશે કે, ઘઉં તો ખવાય જ નહિ, ડાયેટિશિયન સલાહ આપશે કે, શિંગતેલ કે તલનું તેલ ન ખવાય, માત્ર પાણી જેવું પાતળું ડબલ રિફાઇન્ડ એડિબલ ઓઇલ જ ખાવું જોઈએ… સાવધાન! કોઈપણ વસ્તુ છોડતાં પહેલા આ લેખ અવશ્ય વાંચો…-કિન્નર આચાર્ય

જાણકારો કહે છે કે, દસ વર્ષ જો કપાસિયાં તેલ ખાઓ તો હાડકાના સાંધા ખતમ થઈ જાય, અન્ય અનેક ગેરફાયદા અલગ. પામ અને કપાસિયાં તેલમાં કોઈ સ્વાદ પણ નથી, બિલકુલ બેસ્વાદ.?કદાચ એ સ્વાદિષ્ટ હોય તો આપણે એવું માની પણ લઈએ કે, લોકો સ્વાદનાં મોહને કારણે એ ઝોંટતા હશે. પણ અહીં તો ઊલટું છે. તલનું તેલ અત્યંત સ્વાદિષ્ટ છે, ગુણોથી ભરપૂર છે. તલને આપણાં શાસ્ત્રોએ પૂજાકર્મમાં પણ સ્થાન આપ્યું છે. કોઈ યજ્ઞમાં ક્યાંય કપાસિયાનો હોમ થતો હોય, એવું જોયું તમે? ક્યાંય પામના બિયાં હોમાય છે? ના. વડવાઓ જાણતાં હતાં કે કયા બિયાંનું તેલ ખવાય, કયા બિયાંનું તેલ ઔષધ તરીકે અમૃત છે અને ખોરાક તરીકે ઝેર છે, કયા બિયાંના તેલનો ઉપયોગ ઘઉં સાચવવા થાય અને શેનો માત્ર માલીશ માટે થઈ શકે.

- Advertisement -

બેશક તલનું તેલ મોંઘું છે. પણ, એ તો આપણા કારણે મોંઘું છે. આજે પણ તલનાં ઉત્પાદનમાં ગુજરાત આખા દેશમાં નંબર વન છે. ઘેર-ઘેર જો તલનું તેલ ખવાતું હોત તો ખેડૂતો કપાસની ખેતી તરફ વળ્યા જ ન હોત. અગાઉ તો ખાદ્યતેલની વાત થાય ત્યારે એવું સમજી જ લેવું પડતું કે, તલનાં તેલ અંગે વાત થઈ રહી છે. પછી મગફળીનું તેલ અથવા તો શિંગતેલ આવ્યું. ત્યારે જે લોકો શિંગતેલ ખાતા તેનું સ્ટેટસ ડાઉન ગણાતું. લોકો માનતા કે, તેલ તો તલનું જ ખાવાનું હોય. કારણ કે, તલનાં તેલનો ઔષધિય ગુણો પણ પારાવાર છે. જો કે, મગફળીનું તેલ પણ પોષણથી અને ગુણોથી છલોછલ છે, સ્વાદમાં બેનમૂન છે. પણ, હલકું પામતેલ, કપાસિયાં તેલ અને જાતજાતનાં ડિસ્કો તેલ વેચવા તેની સામે એવો અને એટલો કુપ્રચાર થયો કે લોકો ડરી ગયા અને ક્રમશ: તેનો ઉપયોગ પણ ઘટતો ગયો અને આજે આપણે તેનાં વિકલ્પરૂપે સડેલું પામતેલ, કપાસિયાનું તેલ અને તોતિંગ કંપનીઓનાં બ્રાન્ડેડ ઍડિબલ ઓઈલ પેટમાં ઠાલવીએ છીએ. આ બ્રાન્ડેડ ડબલ રિફાઈન્ડ ઓઈલ પણ એક તૂતથી કમ નથી. કેટલાક મોંઘાદાટ બ્રાન્ડેડ ખાદ્યતેલોને અનેક પ્રકારનાં કેમિકલ્સ ઠાલવી ને પાતળા, પારદર્શક અને ચિકાશરહિત બનાવાય છે. આ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન તેનાં અનેક ગુણધર્મો અને પોષકતત્ત્વોનો નાશ થાય છે. પણ ફેશન છે. ટેલિવિઝન ઍડવર્ટાઈઝમેન્ટની રૂપાળી પત્ની તમને કહે છે કે, તેનાં પતિનું હાર્ટ સ્વસ્થ રાખવા એ તેને આવું ઝેર ખવડાવે છે! અને આપણે માની પણ લઈએ છીએ. કહેનારી દીવાની નથી કારણ કે, તેને એ કહેવાનાં લાખો – કરોડો રૂપિયા મળે છે. આપણે ચોક્કસ જ દીવાના અને મૂર્ખ છીએ. કેમ કે, ગાંઠના પૈસે આપણે સોનાની જગ્યાએ કથિર ખરીદીએ છીએ અને પેટમાં ઠાલવીએ છીએ. મકાઈથી લઈને ચોખાના ફોતરાં અને પશુદાણનાં બિયાંના તેલથી બજાર ખદબદી રહ્યું છે. કેટલાં વર્ષો સુધી મૂર્ખ બનવું છે? જે વસ્તુ નિયમિત પેટમાં ઠાલવવી છે – તેનાં વિશે થોડો અભ્યાસ કરવાની આદત કેળવીએ. આજનાં સમયમાં ધનવાન વર્ગ માટે તલનાં તેલથી વિશેષ અને બાકીનાં વર્ગ માટે શિંગતેલથી વિશેષ બીજું કોઈ ખાદ્યતેલ નથી. એ પણ દેશી ઘાણીનું, માત્ર કપડાંથી ગાળેલું હોવું જોઈએ, રિફાઈન્ડ નહિ.

બહુ બધું ધુપ્પલ ચાલ્યું છે. માર્કેટના માફિયાઓ દરરોજ આપણા દિમાગમાં ઝેર ઠાલવતાં રહે છે. સાવધાન! એમની વાતો માનવી એ તંદુરસ્તી માટે હાનિકારક છે. આખો મુદ્દો યાદ આવવાનું કારણ છે, ગયા અઠવાડિયે આવેલા એક ન્યૂઝ સમાચાર કંઈ ફ્રન્ટ પેજ પર હેડલાઈન નથી બન્યા, અંદરના પેઈજ પર પણ દેખાયા નહિ. ટીવી પર પણ જોવા ન મળ્યા. ન્યૂઝ એ હતા કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે કે, દેશમાં ચોક્કસ સ્તરની નીચા ટીડીએસનું પાણી આવતા આર.ઓ. વોટર પ્યોરિફાયર પર તત્કાળ પ્રતિબંધ મૂકવો જોઈએ. કારણ કે, તેનાં કારણે જળમાં રહેલા પોષકતત્ત્વોનો નાશ થાય છે, ઘણાં મિનરલ્સ અને અન્ય તત્ત્વો ખતમ થઈ જાય છે. હવે ઠેઠ આપણી આંખ ઊઘડવાની શરૂઆત થઈ. જાણકારો બહુ વર્ષોથી કહેતા હતા કે, ઝાલાવાડ – કચ્છ જેવા વિસ્તારોમાં જ્યાં અતિશય ક્ષારયુક્ત પાણી આવતું હોય. ત્યાં કદાચ આર. ઓ. અનિવાર્ય હોઈ શકે. પરંતુ બાકીના વિસ્તારો માટે તો તેનું પાણી વિષ સમાન છે. બન્યું છે એવું કે, શહેરોમાં પણ ઘર-ઘરમાં આર. ઓ. પ્લાન્ટ ઘૂસી ગયા છે. બેવકૂફ લોકો કોઈ જ પ્રકારનાં અભ્યાસ વગર “સૌથી મોંઘું મશીન ખરીદવાની ખંજવાળમાં આ ભૂત ઘરમાં ઘાલી ચૂક્યા છે. સુપરરિચ લોકો હવે આલ્કલાઈન વોટર ફિલ્ટર ઈન્સ્ટોલ કરી રહ્યા છે. કારણ કે, એ દોઢેક લાખથી શરૂ કરીને ચાર લાખ સુધીનું મળે છે. સ્ટેટસ, યુનૉ!

અગાઉ ઘરનાં માટલાંમાં ‘વાળો’ (વેટિવર ગ્રાસ) નાંખતા આપણે. સુગંધ પણ તેની ભીની-ભીની રહેતી અને માટલાંના પાણીએ એ ‘વાળો’ ઓલમોસ્ટ આલ્કલાઈન વોટર જેવું ગુણકારી બનાવી દેતો. આજે હવે ‘વાળો’ અદૃશ્ય થઈ ગયો. મકાનોમાં અગાઉ વરસાદી જળનાં સંગ્રહ માટે વિશિષ્ટ વ્યવસ્થા થતી. કળી ચૂનો અને ફટકડી નાંખી ને તે પાણી આખું વર્ષ પીવાનાં ઉપયોગમાં લેવાતું. એ પણ ગયું. બધી જૂની બાબતો સારી જ હતી એવું નથી, પરંતુ સારી વાતોમાંથી મોટાભાગની આપણે ક્રમશ: છોડતાં ગયા, ભૂલતાં ગયા. આપણને કહેવામાં આવ્યું કે, ઘી તો ઝેર છે! બાઘાની માફક આપણે ઘી બંધ કરવા માંડ્યા અને ભયંકર નુકસાન કરતાં ડાલડા ઘી અથવા તો વેજિટેબલ ઘી તરફ વળ્યા! હવે દેશભરના નિષ્ણાતો સ્વીકારી રહ્યા છે કે, નિશ્ર્ચિત માત્રામાં લેવામાં આવે તો ઘી અમૃત છે! દેશના ખ્યાતનામ ડાયેટિશિયનો હવે સલાહ આપી રહ્યા છે કે, ડેઈલી ડાયેટમાં ઘીને અવશ્ય સ્થાન આપો.

- Advertisement -

મલ્ટિનેશનલ કંપનીઓએ આપણને કહ્યું કે, વાળને સિલ્કી બનાવવા અમારું શેમ્પુ ઈસ્તેમાલ કરો અને અરિઠા, શિકાકાઈ છોડો! આજે હવે એ જ કંપનીઓ અરિઠા અને આમળા અને શિકાકાઈયુક્ત શેમ્પુની કરોડોના ખર્ચે જાહેરાતો ટેલિવિઝન પર આપે છે. આપણે જ્યારે દાંત સાફ કરવા કોલસા કે નમકનો કે દાતણનો ઉપયોગ કરતા ત્યારે તોસ્તાન કંપનીઓ ભારતીયોની ઠઠ્ઠા-મશ્કરી કરતી હતી. હવે, દરેક મલ્ટિનેશનલ કંપનીઓ કરંજ, બાવળ, લવિંગ વગેરેનો અર્ક નાંખીને ટુથપેસ્ટ બનાવે છે! તેઓ કોલસાવાળી પેસ્ટ પણ બનાવે છે અને દરરોજ આપણને પૂછે છે કે, “આપ કે ટુથપેસ્ટ મેં નમક હૈ? હમણાં એક નવું તૂત નીકળ્યું છે: વ્હિટ બેલી. કોઈ એક ઘનચક્કર સંશોધકે તારણ આપ્યું કે, ઘઉંને કારણે પેટ વધે છે, તેમાં રહેલા ગ્લુટેનને કારણે ફાંદ વધે છે. કહેતા ભી દિવાના, સુનતા ડબલ દિવાના. કોઈ ધાનથી એમ પેટ વધતું નથી. માપમાં લો ત્યાં સુધી કશું જ ઝેર નથી. બેશક, બાજરો, જુવાર, મકાઈ જેવા જાડા ધાનનો મહિમા અપરંપાર છે. પણ, તેનો મતલબ એ નથી કે, ઘઉં નકરું નુકસાન કરે છે. સાવધાન રહો, આવા કુપ્રચારથી બચો. આપણી ફુલકા રોટલી જેવી સુપાચ્ય અને પોષક બ્રેડ આખી દુનિયામાં બીજી એકપણ નથી. આવો જ એક ટ્રેન્ડ ચાલ્યો છે: વિગન બનવાનો. વિગન એટલે દરેક ડેરી પ્રોડક્ટનો નિષેધ. દૂધ, દહીં, છાસ, માખણ, ઘી, ચીઝ, પનીર…. કશું જ નહિ લેવાનું. ભારતીયો માટે આ કોન્સેપ્ટ બેવકુફીથી વિશેષ કશું જ નથી. કારણ કે, પશ્ચિમમાં આ આઈડિયા પશુઓ પર અત્યાચાર રોકવાની ચળવળના ભાગરૂપે છે. ભારતનું ગોપાલન ક્રુરતાથી જોજનો દૂર છે. અહીં તો ગોપાલક જે-તે ગાયને નામથી ઓળખે છે, ગાય અથવા ભેંસ તેની સખી હોય છે. અહીં ક્રુરતા જેવી કોઈ વાત જ નથી. બીજું, દૂધ-દહીં, ઘી અને પનીરનું આપણી ડિશમાં આગવું સ્થાન છે. એનો મહિમા અને મહત્વ આપણે જાણીએ છીએ. યાદ રાખજો, આજથી પાંચ-દસ વર્ષ પછી આપણે લોકોને વિગનમાંથી ફરી વેજિટેરિયન બનવા ઝુંબેશ કરતા હોઈશું. અગાઉ અનેક બાબતોમાં આવું જ બન્યું છે. મૂર્ખ ન બનો, વેજિટેરિયન બનો, વિગન બનવું એ મુર્ખતા છે.

દેશી અને વેસ્ટર્ન કંપનીઓએ આપણને ઉપદેશ આપ્યો કે, નમકમાં આયોડિન અનિવાર્ય છે. તેમણે શેરીમાં નમક વેચવા આવતા ફેરિયાઓની લારીઓ બંધ કરાવી. ફેરિયાઓ ભંગારની સામે નજીક જોખી આપતાં, કંપનીઓએ તગડો ભાવ નક્કી કર્યો. મારો સવાલ તો એ છે કે, દરિયાઈ મીઠું – સી સૉલ્ટ ખાવાની જરૂર જ શી છે? આયુર્વેદમાં પણ સિંધાલૂણનો મહિમા છે, હિમાલયન પિન્ક સોલ્ટ તરીકે ઓળખાતું ગુલાબી નમક પણ ગુણમાં બેજોડ છે. મેં તો સગી આંખે યુરોપિયનોને ત્યાંના સુપરસ્ટોરમાં સો-બસો ગ્રામની ડબ્બી માટે ત્રણ-ચાર યુરો (ત્રણસો – ચારસો રૂપિયા) હસતાં – હસતાં ચૂકવતાં જોયા છે. અહીં એ પહાડી નમક એકસો રૂપિયાનું કિલો મળે છે અને સિંધવ નમક પચાસ-સાંઠ આસપાસનું. પણ આપણને તબિયત સારી રાખતા આપણા આવા દેશી નમકમાં રસ નથી, બ્લડપ્રેશર હાઈ કરી નાંખતા બ્રાન્ડેડ દરિયાઈ નમક આપણે હોંશે-હોંશે ખરીદીએ છીએ.

ઉદાહરણોની અછત નથી, એક શોધશો તો હજાર મળશે. ચોખાના પૌઆ છોડ્યા આપણે અને કૉર્નફ્લેક્સ ઝાલ્યા. પૌઆ જેવો હળવો અને નિર્દોષ એકેય નાસ્તો નથી. પણ આપણને કહેવામાં આવ્યું કે, બાળકો જો આ કૉર્નફ્લેક્સ ખાશે તો અરબી ઘોડાં જેવા તંદુરસ્ત બની જશે. જાણે પૌઆ – મમરા ખાઈને આપણાં બાળકો લુલાં – લંગડા બની ગયા હોય! આપણને કહેવાયું છે કે, ‘ઈન્ડિયન કરી ઈઝ ટુ સ્પાઈસી…’ હવે જગત આખું એ જ ભારતીય હર્બ્સ પાછળ ઘેલું છે. એ જ તજ – લવિંગ, મરી-મસાલા, હળદર, મરચું, અજમો, જાયફળ અને જાવંત્રીનો ઔષધિય મહિમા હવે બધા જ સ્વીકારે છે. કોરોના કાળમાં પણ આ જ આપણાં મસાલા હવે ઔષધ તરીકે કારગત નિવડી રહ્યાં છે. આપણે સદીઓથી રસોઈમાં હળદરનો ઉપયોગ કરીએ છીએ, હવે આપણને કહેવામાં આવે છે કે, હળદર ખાઈએ તો અલ્ઝાઈમરથી મહદ અંશે બચી શકીએ. વૈજ્ઞાનિક પરીક્ષણો નહોતા થયા ત્યારે પણ આપણે હળદરનો ઔષધ તરીકે ઉપયોગ કરતા હતા. હવે મેડિકલ સાયન્સ કહે છે કે, તેમાં કરક્યુમિન નામનું એક ચમત્કારિક તત્ત્વ છે – જે મોટાભાગના વાઈરસ, બેક્ટેરિયા અને ફંગસ સામે જબરજસ્ત પરિણામ આપે છે.

અમારા રાજકોટમાં વર્ષો પહેલાં અઠવાડિયે એક વખત એક વૈદ્યરાજ આવતા. ટોકન ચાર્જ લઈને તેઓ નાની-મોટી બીમારીનો ઈલાજ સૂચવે. એમની સારવાર પણ એકદમ યુનિક. આપણા રસોડામાં ઉપલબ્ધ હોય તેવી વસ્તુઓ જ દવા તરીકે સૂચવે. કોઈને અજમો લેવાનું કહે, કોઈને મેથી તો કોઈને વરિયાળી, તજ-લવિંગ, એલચી, જાયફળ કે ધાણાજિરુ. લોકો તેમને ‘રસોડાં વૈદ્ય’ તરીકે જ ઓળખતા. આપણું રસોડું સ્વયં એક ઔષધ કેન્દ્ર હતું, આપણે તેને રોગોનું ઘર બનાવી દીધું. ફ્રોઝન ફૂડ, પ્રિઝર્વેટિવ ધરાવતા ખાદ્યપદાર્થો અને જાતજાતનાં ફાલતૂ સૉસ આપણાં ભોજનનો હિસ્સો બન્યા. અસલી વસ્તુઓ વિસરાતી ગઈ અને સિન્થેટિક પદાર્થો ઘૂસતા ગયા. જરા વિચાર કરો, કહેવાતી ચાઈનીઝ ડિશમાં ચિલી સોસ, ટોમેટો સોસ, ગાર્લિક સોસ વગેરે ઠલવાય છે. સવાલ એ છે કે, શું આપણી ચટણીઓ એ ફ્રેશ સોસ જ ન ગણાય? આપણે લસણની, મરચાંની, આદુની, કોથમીર – ફુદીનાની ફ્રેશ ચટણીઓ બનાવી જાણીએ છીએ. આ બધી ચટણીઓ એક પ્રકારે એપેટાઈઝરનું કામ પણ કરે છે અને ઔષધનું પણ કરે છે. આપણને આવા છ-બાર મહિના પહેલા બનેલા અને ભરપૂર કેમિકલ્સ ધરાવતા હાનિકારક સોસની કોઈ જ આવશ્યકતા નથી. પણ, હૈસો હૈસો ચાલ્યા કરે છે. બદામ – પિસ્તાવાળું દૂધ બાળકોને આપવાને બદલે હવે આપણે ટીનપેક ફૂડ સપ્લીમેન્ટ આપીએ છીએ, ચિક્કાર ફળો ઉપલબ્ધ હોવા છતાં માત્ર ૨૫ ટકા ફળોનો રસ ધરાવતા ટેટ્રા પેક ખરીદીએ છીએ. આપણા ગામના પાદરે સરગવો સાવ રેઢો ઊભો હતો, વડવાઓ તેનાં પાનમાંથી થેપલાં, મુઠિયાં અને સબ્જી બનાવતાં. એ બંધ કર્યું. આજે એ જ પાંદડાનો પાવડર બે-ત્રણ હજાર રૂપિયે કિલો ખરીદીને ગળચીએ છીએ. કારણ કે, હવે તો નિષ્ણાતો તેનાં ગુણગાન ગાય છે! યાદ રાખજો, આપણાં વડવાઓ કરતાં મોટા નિષ્ણાતો બીજા કોઈ નહોતા, કોઈ નથી.

-કિન્નર આચાર્ય, લેખક-પત્રકાર

You Might Also Like

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતીય સંસ્કૃતિ અને ભારતીય જનતા પક્ષનું અભેદ્ય સુરક્ષા કવચ એટલે ”અભયભાઈ ભારદ્વાજ”
Next Article વાછરા ગામેં ભાણેજ જમાઇ એ મામાજી ના પરિવારને માર માર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIMETALK OF THE TOWN

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?