મવડી બાયપાસ રોડ પાસે સોરઠીયા પરિવારની વાડી ખાતે આયોજન
એકત્ર થયેલું રક્ત થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને ડાયાલિસીસના દર્દીઓને અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના મવડી બાયપાસ રોડ પાસે આવેલી સોરઠીયા પરિવારની વાડીએ સ્વ. પાંચાભાઈ શામજીભાઈ સોરઠીયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા 18મી પુણ્યતિથિ નિમિત્તે તા. 2 જાન્યુઆરી 2025 ને ગુરુવારના રોજ સવારે 8 કલાકથી મહારક્તદાન કેમ્પનું આયોજન શૈલેષ ફોર્જ પ્રાવેટ લિમિટેડ રાજકોટ તથા સોરઠીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પમાં એકત્ર થયેલા રક્તને થેલેસેમિયાગ્રસ્ત બાળકો, ડાયાલિસીસ માટેના દર્દીઓ અને ઈમરજન્સીમાં આવતાં દર્દીઓ માટે વાપરવામાં આવશે. પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પની શરૂઆત કરાવશે.
આ રક્તદાન કેમ્પની સાથે સ્વ. ભાસ્કરભાઈ ભૂપતભાઈ ઠાકરની પુણ્યતિથિ નિમિત્તે ડો. દર્શનાબેન પંડ્યા તથા આશુતોષ મેટરનિટી અને સર્જિકલ હોસ્પિટલના સહયોગથી મહિલાઓ માટે નિ:શુલ્ક સ્ત્રીરોગ, હાડકાંની ઘનતા, હિમોગ્લોબીન તથા સુગર માપવાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ સર્વરોગ નિદાન કેમ્પમાં નિ:શુલ્ક તપાસની સાથે દવા પણ વિનામૂલ્યે આપવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ માટે જયેશભાઈ સોરઠીયા, સંદિપભાઈ સોરઠીયા, ભરતભાઈ હજારે, રાજુભાઈ અકબરી અને કે. ડી. નાથાણી જહેમત ઉઠાવી રહ્યા છે.