મુળીનાં ભેટ ગ્રામ પંચાયત અને થાનના વેલાળા પંચાયતના સરપંચ સસ્પેન્ડ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર ધમધમતી કોલસાની ખાણ પર સ્થાનિક નેતાઓના ચાર હાથ હોવાના લીધે લગભગ ત્રણ દસકાથી આ ગેરકાયદેસર ખાણો અટકવાનું નામ નથી લેતી આ સાથે ગેરકાયદેસર ખાણોમાં અનેક મજૂરો દટાઈ જવાથી અને ગેસ ગડતરથી મોતને ભેટ્યા છે તેવામાં ગત જુલાઈમાં જ મૂળી તાલુકાનાં ભેટ ગામે એક સાથે ત્રણ મજૂરો ગેસ ગળતર લીધે મોતને ભેટ્યા હતા જોકે ત્યાર બાદ ચાર જેટલા શખ્સો વિરૂદ્ધ માનવ વધનો ગુન્હો પણ નોંધાયો હતો જેમાં એકાદ શખ્સ પોલીસ સમક્ષ હાજર થઈ હજુય ત્રણ શખ્સો ખુલ્લેઆમ ફરી રહ્યા છે ત્યારે આ ઘટના અગાઉ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા દરેક ગ્રામ પંચાયતના તલાટી તથા સરપંચોને પોતાના ગામમાં ગેરકાયદેસર પ્રવૃત્તિની સતત નજર રાખી જાણ કરવા અંગે નોટિસ આપી હતી.
- Advertisement -
જોકે આ નોટિસને દરેક સરપંચો અને તલાટીઓ દ્વારા હળવાશમાં લઇ માત્ર કાગળના ટુકડાની માફક ડસ્ટબીનમાં નાખી હતી પરંતુ જ્યારે ભેટ ગામ અને ત્યાં બાદ થાનના વેલાળા ગામ સહિત ખનિજ ચોરીનો કિસ્સો સામે આવ્યો ત્યારે જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના દ્વારા તાત્કાલિક અસરથી તલાટીઓને બદલી કરી સરપંચોને કારણદર્શક નોટિસ ફટકારી હતી જોકે બાદમાં નોટિસને પગલે બંને સરપંચો દ્વારા પોતાના રાજકીય આકાને દોડાવ્યા હતા પરંતુ અંતે મૂળી તાલુકાના ભેટ ગામના મધુબેન રામાભાઈ ડુંમાણીયા, થાન તાલુકાના વેલાળા ગામના જાનબાઈ સુરેગભાઈ ખાચર અને પાટડી તાલુકાનાં અખિયાણા ગામના નશિબાબેં અબ્બસખાન મલેકને સસ્પેન્ડ કરતાં અન્ય ખનિજ ચોરી ચાલતા ગ્રામ્ય વિસ્તારોના સરપંચ અને તલાટીઓને પણ આ કાર્યવાહીને લઇ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.