સરગમ ક્લબ – એચ.પી. રાજયગુરૂ કાું. તેમજ કેર ફોર હોમના સંયુક્ત ઉપક્રમે
સાંઈરામ દવે, ધીરુભાઈ સરવૈયા, જગદીશભાઈ ત્રિવેદી અને ગુણવંત ચુડાસમા સહિતના કલાકારો હાસ્યરસ પીરસશે
- Advertisement -
સરગમ કલબ અને કલાસીક એચ.પી. રાજયગુરૂ કાું. અને કેર ફોર હોમના સંયુક્ત ઉપક્રમે તા. 26/10/23ને ગુરૂવાર રાત્રે 8/00 વાગ્યે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ) ડો. યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે હસાયરો યોજાશે. આ સરગમી હસાયરો માં સરગમ સહ પરિવાર અને જાહેર જનતા હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ વિના મૂલ્યે હસાયરામાં કલાકાર સાંઈરામ દવે, ધીરુભાઈ સરવૈયા, જગદીશભાઈ ત્રિવેદી અને ગુણવંત ચુડાસમા વગેરે હાસ્યરસ પીરસશે.
આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાન વજુભાઈ વાળા (પુર્વ. ગવર્નર કર્ણાટક રાજ્ય) અને ઉદઘાટક ભાનુબેન બાબરીયા (મંત્રી શ્રી ગુજરાત રાજય) મુખ્ય અતિથી વિશેષ નયનાબેન પેઢડીયા (મેયર રાજકોટ મહાનગરપાલિકા) અને આનંદભાઈ પટેલ (કમિશનર, રાજકોટ મહાનગરપાલિકા) મુખ્ય મહેમાન માં રમેશભાઈ ટીલાળા (ધારાસભ્ય, રાજકોટ), હરેશભાઈ લાખાણી (ઉખક ગ્રુપ, ચેરમેન), પરસોતમભાઇ કમાણી (ડોક્ટર પમ્પ અગ્રણી ઉદ્યોગપતિ), નીરજભાઈ આર્ય (ઉત્કર્ષ ટી.એમ.ટી. બાર), પ્રદીપભાઈ ત્રિવેદી (પુર્વ ક્રોગ્રેસ પ્રમુખ રાજકોટ શહેર), નિખીલભાઈ પટેલ (ડેકોરા ગ્રુપ), જીતુભાઈ બેનાણી (અમીધારા ડેવલપર્સ), રાહિલભાઈ પુજારા (પુજારા ટેલીકોમ), મનીષભાઈ માડેકા (રોલેકસ રિંગ્સ પ્રા.લી.), ખોડીદાસભાઈ પટેલ (આર.કે. યુનિવર્સીટી ગ્રુપ, ચેરમેન), સુરેશભાઈ નંદવાણા (ભવાની ઇન્ડસ્ટ્રીઝ), પરાક્રમસિંહ જાડેજા (જ્યોતી ઈગઈ), શેલેષભાઈ માંકડિયા (રાધે ગ્રુપ), કેતનભાઈ મારવાડી (ચેરમેન મારવાડી એજ્યુકેશન ટ્રસ્ટ), રાજદિપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી) છગનભાઈ ગઢિયા (કઈંઈ એજન્ટ, અગ્રણી ઉદ્યોગપતિ) આ તમામ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ માં એચ.પી. રાજયગુરૂ કુંઈં. ચેરમેન હેતલભાઈ રાજયગુરૂ તેમજ કેર ફોર હોમ ચેરમેન એમ.જે. સોલંકી નો સહયોગ મળેલ છે. આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા ના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, યોગેશભાઈ પુજારા, હેતલભાઈ રાજયગુરૂ, એમ. જે. સોલંકી ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.