માંગરોળ મદ્રેસાના મૌલાના ઓળખ પરેડ સાથે ત્રણ દિવસના રિમાન્ડ પર
મામલતદાર સમક્ષ ઓળખ પરેડમાં મૌલાનાને ઓળખી બતાવતા વિદ્યાર્થીઓ
- Advertisement -
રિમાન્ડ દરમિયાન તપાસમાં વધુ ખુલાસા થશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આવેલ કાશીકુલ ઉલ્લુમ એજ્યુકેશન ટ્રસ્ટ મદ્રેસાના સગીર વયના વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના જધન્ય કૃત્યની પોલીસ ફરિયાદ થતા માંગરોળ ડીવાયએસપી કોડિયાતર અને સીપીઆઇ મધરા કડક હાથે કામગીરી કરી હતી અને મદ્રેસાના ટ્રસ્ટી અને મૌલાનાને ઝડપી પાડીને તપાસ તેજ કરી હતી.
માંગરોળ મદ્રેસાના મુખ્ય આરોપી મૌલાના અબ્બાસ સમેજાને ઝડપી લીધા બાદ મામલતદાર સમક્ષ ઓળખ પરેડ કરવામાં આવી હતી જેમાં ભોગ બનનાર વિદ્યાર્થીઓએ મૌલાનાને ઓળખી બતાવ્યો હતો અને આજ મોલાનાએ અમારી સાથે જધન્ય કૃત્ય આચર્યું હોવાનું મામલાદાર સમક્ષ જણાવ્યું હતું જે બાબતની મામલતદારે ગંભીર નોંધ લીધી હતી અને પોલીસે મૌલાનાને કોર્ટમાં રજુ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
માંગરોળ મદ્રેસામાં બનેલી ઘટનામાં રિમાન્ડ દરમિયાન પોલીસે ઝીણવટ ભરી તપાસ શરુ કરી છે જેમાં બનેલી જગ્યા ખાતે પણ તપાસ કરવામાં આવશે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં હાલ ત્રણ સગીરો ભોગ બન્યાનું સામે આવ્યું છે ત્યારે હજુ વધુ સગીરો ભોગ બન્યા હોય તેવી શક્યતા સેવાઈ રહી છે ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ આગવી ઢબે પુછપરછ કરશે અને બનાવ વળી જગ્યાએ પણ મૌલાનાને લઇ જવાની શક્યતા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી સગીરો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અચનાર બંને આરોપીને ઝડપીને એક જેલ હવાલે કરાયો છે મૌલાનાને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે જધન્ય ઘટના થી માંગરોળ પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને ચો તરફ થી આરોપીઓ સામે ફિટકાર વર્ષી રહી છે.