રાજકોટ સ્થિત નશામુકત ભારત અભિયાન કમીટી દ્વારા ૨૬ જુન આંરરાષ્ટ્રીય નશાકારક પદાર્થોનો દુરઉપયોગ અને ગેરકાયદે વ્યાપાર વિરોધી દીનની ઉજવણી અન્વયે આજરોજ સંકલ્પપત્ર કમ સહિ ઝુંબેશ અભિયાનનો રાજકોટની કલેકટર કચેરી ખાતેથી રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા સંકલ્પપત્ર પર સહિ દ્વારા પ્રારંભ કરાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા ૧૫મી ઓગષ્ટથી સાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દિલ્હી દ્વારા ભારતના કુલ ૨૭૨ જિલ્લાઓમાં નશામૂકત ભારત અભિયાનશરૂ કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત રાજયના રાજકોટ સહિત કુલ ૮ જિલ્લાઓનો સમાવેશ કરાયેલ છે.
- Advertisement -
આજરોજ આ ઉપરાંત પોલીસ અધિક્ષક કચેરી સહીત વિવિધ કચેરી ખાતે પણ આ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ અધિક્ષક બલરામ મીના, અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયા, ડી.આર.ડી.એ. નિયામક જે.કે પટેલ, પ્રાંત અધીકારીઓ સર્વ સિધ્ધાર્થ ગઢવી, ગોહિલ, દેસાઇ, સમાજસુરક્ષા અધિકારી મેહુલ ગોસ્વામી, બાળ સુરક્ષા ધટકના મીત્સુબેન સહીત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.