ગુજરાતી મનોરંજનની દુનિયામાં નામી અનામી ,પડદા ઉપરની અને પડદા પાછળની એવી અનેક પ્રતિભાવો છે જે વિશિષ્ટ અને ગૌરવપ્રદ છે આવી પ્રતિભાવંત પ્રતિભાવોને સન્માનિત કરતો સિને મેજીક UNIQUE IDENTITY AWARD (વિશિષ્ટ ઓળખ એવોર્ડ) સમારોહ અમદાવાદ ખાતે યોજાયો હતો.
જેમાં હિંમતનગરના કલાકાર પિયુષ પટેલને વિશિષ્ટ ઓળખ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તેઓ છેલ્લા 14 વર્ષથી અવિરત 16 થી 17 ફિલ્મો, મામાનું ઘર કેટલે સીરીયલમાં મુખ્ય ભૂમિકા તેમજ ઘણી બધી એડવર્ટાઇઝીંગ, ડોકયુમેન્ટરી ફિલ્મો તેમજ પ્રખ્યાત ગાયકોના આલ્બમમાં કામ કરી ચૂક્યા છે આ સાથે સાથે છેલ્લે “બીજો દિવસ” નામની ફિલ્મમાં મુખ્ય કિરદાર નિભાવ્યો હતો અને લોકડાઉન દરમિયાન તેમને “જીવન આખ્યાન” નામની ફિલ્મ પણ કરી જે ટૂંક સમયમાં થીએટરમાં જોવા મળશે આ સિવાય પિયુષ પટેલ બે સંસ્થાઓ ચલાવે છે જે ગુજરાતભરમાં ૧૧થી ૧૨ હજાર નાટકો કરી ચૂકી છે તેમજ હિંમતનગર ક્ષેત્રે સંસ્કાર ભારતી ના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવે છે આ સમગ્ર કાર્યને જોઈને સિને મેજીકે તેમને વિશિષ્ટ ઓળખ એવોર્ડ થી સન્માનિત કર્યા આ એવોર્ડ તેમને ગુજરાતી ફિલ્મ ના ડિસ્ટ્રીબ્યુટર વંદન ભાઈ શાહ ના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો સિને મેજીક ના ભરતભાઈ શર્માએ એવોર્ડ ફંક્શન વખતે કહ્યું કે પિયુષ પટેલ એક ઉમદા કલાકાર છે અને ફિલ્મ અને સીરીયલ ક્ષેત્રે તેને નિભાવેલ કિરદાર હંમેશા પ્રશંસાને પાત્ર છે સિનેમેજિક અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તેમના કાર્યની પ્રશંસા હંમેશા કરે છે