ગોંડલ
બાંદરા ગામે રહેતા નથુભાઈ માવજીભાઈ ઉંજીયા ને સંતાન માં ત્રણ દીકરા અને એક દીકરી છે, નથુબાપા ની મિલ્કત ના હક્કદાર એવા ત્રણેય દીકરાઓ ને 1993 ની સાલ માં ભાયું ભાગ ની વહેંચણી ની વાત થયા બાદ થોડી સમજણ ફેર થતા ભાઈઓ ની ભાગબટાઈ નું કાર્ય આજદિન સુધી ઘણીવખત પ્રયત્નો કરવાછતાં શક્ય બન્યું ન હતું અને ત્રણેય પરિવાર માનસિક અને શારીરિક યાતના ભોગવતો થયો હતો.
આ વાત ની ગંભીરતા ની નોંધ લઈને કલ્પેશભાઈ ચનિયારા અને સાગર વકાતરે મનોમન નક્કી કર્યું હતું કે વર્ષો થી આ પ્રશ્ને પીડાતા આ ઉંજીયા પરિવાર નું સુખદ સમાધાન કરાવીને આ પરિવાર ને સાથે જમવા બેસાડવા છે આ કાર્યમાં બાંદરા સરપંચ ના પતિ અને કડવા પટેલ સમાજ ના આગેવાન હર્ષદભાઈ પાડલીયા પણ સાથે જોડાયા હતા અને સારા કાર્યોની શરૂઆત કરવા માં મોડું શુ કરવું તેમ માનીને આ બન્ને યુવાનોએ નાની ઉંમર માં પોતાની કોઠાસૂઝ પ્રમાણે સતત 4 દિવસ અને આખી રાત જાગીને આ બન્ને પરિવાર ના નાના-મોટા પ્રશ્નોનું નિરાકરણ કરવાના પ્રયત્નો શરૂ કર્યા હતા અને તેમાં સફળ થયા હતા.