આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે 70 બહેનોને રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર તુષાર સુમેરા અને રોટરીના ડિસ્ટ્રીક્ટ ગર્વનર તુષાર શાહના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મહિલાઓનો આભાર માનવા માટે એક દિવસ પૂરતો નથી પરંતુ વિશ્વ મહિલા દિવસ તેમને શુભેચ્છા પાઠવવા માટે એક સુંદર તક આપે છે. આજની મહિલા દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે અને અન્યો માટે પ્રેરણારૂપ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ જ પ્રેરણાની ઉજવણી માટે સમર્પિત છે ત્યારે પોતાના પરિવાર માટે અન્યના જીવને બચાવવાનું ભગીરથ કાર્ય કરતી 108 ની ઇમરજન્સી સેવામાં યોગદાન આપી ફરજ બજાવતી 70 મહિલાઓનું શહેરની પ્રતિષ્ઠીત રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8મી માર્ચે સન્માન કરાયું હતું.
સરકારની મેડીકલને લગતી ઘણી બધી સેવાઓ છે. જેમકે, સીવીલ હોસ્પીટલ, કોર્પોરેશનના દવાખાનાઓ વગેરે જેનો લોકો લાભ પણ લેતા હોય છે. જ્યારે 108 એ એવી ઇમરજન્સી એમબ્યુલન્સ સેવા છે કે 365 દિવસ અને 24 કલાક સેવામાં હાજર રહે છે. તેની તત્કાલ સેવામાં ક્યારેય કોઇને તકલીફ પડી હોય તેવા દાખલા નથી. આ 108 ઇમરજન્સી એમબ્યુલન્સ સેવામાં રાજકોટ જીલ્લામાં 70 જેટલા મહિલા કર્મચારીઓ પણ લોકોના આરોગ્યની કાળજી લેવા તત્પરતા દાખવે છે. 108 ઇમરજન્સી સર્વિસનો મુખ્યહેતુ કટોકટીની પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રિ-હોસ્પિટલ સારવાર આપવાનો છે. ગુજરાતમાં 800 રોડ એમ્બ્યુલન્સ, બોટ એમ્બ્યુલન્સ, એર એમ્બ્યુલન્સ કાર્યરત છે. રાજકોટ શહેરમાં 24 એમ્બ્યુલન્સ કાર્ય કરે છે જે દરરોજ 250 થી વધારે પીડિત દર્દીને પ્રિ-હોસ્પિટલ કેર આપી હોસ્પિટલ ખસેડે છે. રાજકોટ ગુજરાતમાં એક માત્ર શહેર છે કે આ 108 એમ્બ્યુલન્સમાં તમામ મહિલા કર્મચારીકાર્યછે. આ સેવાકર્મી 70 બહેનોને રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8મી માર્ચે રાજકોટ મહાનગર પાલિકાના કમીશ્નર શ્રી તુષાર સુમેરા અને રોટરીના ડિસ્ટ્રીક્ટ ગર્વનર શ્રી તુષાર શાહના હસ્તે મોમેન્ટો આપી સન્માનીત કરાયા હતા.
108 ઇમરજન્સી સર્વિસમાં ફરજ બજાવતી બહેનો રાત-દિવસ સતત લોકોની સેવામાં હાજર રહે છે. આ તકે રાજકોટ મહાનગર પાલિકાના કમીશ્નર શ્રી તુષાર સુમેરાએ જણાવ્યું હતુ કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ શા માટે એક દિવસ ઉજવવો, દરેક દિવસ એક મહિલા દિવસ છે. સ્ત્રીને પોતાનું જીવન જીવવાનો પૂરો અધિકાર છે. આજની નારીએ સમાજમાં પોતાના માટે જગ્યા બનાવવી પડશે, કોઈના પર આધાર રાખવો નહીં.
- Advertisement -
રોટરી ક્લબ દ્વારા 108 એમબ્યુલન્સમાં ફરજ બજાવતી 70 મહિલા કર્મચારીઓને સન્માનીત કરી મહિલા દિવસને ખરા અર્થમાં સાર્થક કર્યો હતો.