કેસર કેરીના ગઢ ગણાતા તાલાળા મેંગો માર્કેટમાં 1 મેથી કેસર કેરીની હરાજી શરૂ
યુકે, કેનેડા, યુએઈ સહિતના દેશોમાં 3 કિલોના 4400 બોક્સ એક્સપોર્ટ કરાયા
- Advertisement -
- પ્રથમ 10 કિલોનું બોક્સ રૂપિયા 12 હજારમાં ગાયનાં ચારા માટે ગયું
- કેસર કેરીના 10 કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ રૂપિયા 600થી 1200નો રહ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.02
ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ વચ્ચે આજે 1 મેં એ કેસર કેરીની હરરાજી શરૂ થઈ ગત વર્ષ કરતાં 12 થી 15 દિવસ હરરાજી મોડી શરૂ થઈ.કેસર કેરીનું ઘર ગણાતા તાલાળા મેંગો માર્કેટમાં આજથી કેરીની હરરાજી થઈ શરૂ.પ્રથમ 10 કિલો નું બોક્સ રૂપિયા 12 હજારમાં ગાયનાં ચારા માટે ગયું.કેસર કેરીના 10 કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ રૂપિયા 600 થી 1200 નો રહ્યો.કેસર કેરીની સિઝન આ વખતે ટૂંકી રહેવાનું અનુમાન. કેસરના ઓછા ઉત્પાદનને કારણે આ વર્ષ ભાવ ઊંચા રહેશે.કેસર રસિયા માટે કેસરનો સ્વાદ ખાટો રહેશે.
કેસર કેરીની રાજધાની તરીકે ઓળખાતા તાલાળા માર્કેટિંગ યાર્ડમાં આજે ગુજરાતના સ્થાપના દિવસ 1 મેં થી કેસર કેરીની હરરાજી શરૂ કરવામાં આવી છે.જે ગત વર્ષ કરતા એક અઠવાડિયું મોડી છે. તાલાળા એપીએમસી ખાતે દર વર્ષ એપ્રિલનાં છેલ્લા અઠવાડિયામાં હરરાજીની શરૂઆત થતી હોય છે.પરંતુ આ વર્ષ કેસર કેરી મોડી થવાને કારણે હરરાજી પણ મોડી શરૂ થઈ છે.કેસરના ઓછા ઉતારાની ભીતિને કારણે ભાવો ઊંચા રહેવા પામ્યા છે.ગીર સોમનાથ જિલ્લો કેસર કેરી નો ગઢ ગણાય છે. દર વર્ષ મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે.અને દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે. પરંતુ વર્તમાન સીઝન કેસર માટે માફક ન હોવાનું સામે આવ્યું છે.ગ્લોબલ વોર્મિંગ ને કારણે આ વખતે આંબા પર આવરણ આવવામાં ખાસ્સો સમય લાગ્યો હતો.
- Advertisement -
આજે પ્રથમ તબક્કાની કેરી બજારમાં આવી છે. કમૌસમી વરસાદ અને રોગ જીવાત ને કારણે આ વર્ષ કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાં છે. રોગ જીવાતને કારણે કેસરમાં ખરણ પણ વધ્યું હતું. તાલાળા મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે 10 કિલોના કુલ 5760 બોક્સ ની આવક થઈ છે.તો અત્યાર સુધીમાં યુકે કેનેડા,યુએઈ સહિતના દેશોમાં કેસરના 3 કિલોના 4400 બોક્સ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે.આ વખતની સિઝન ટૂંકી ચાલશે.આ વર્ષ 60 ટકા કેસરનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાને કારણે કુલ 6 થી 7 લાખ બોક્સ પુરી સિઝન દરમ્યાન આવશે તેવી ધારણા છે. જો આ વખતે કમૌસમી વરસાદ ન થાય તો સિઝન 30 થી 45 દિવસ સુધી ચાલે તેવી સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
કમૌસમી વરસાદ અને રોગ જીવાતને કારણે આ વર્ષ ઉત્પાદન ઓછું થવાની સંભાવના
સૌરાષ્ટ્રમાંથી દર વર્ષ અંદાજે 3 લાખ 34 હજાર 984 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. પરંતુ આ વખતે માત્ર 2 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાની શક્યતાઓ ખેડૂત અને એપીએમસીના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં 37517 હેકટરમાં કેસર કેરીના આંબાનું વાવેતર
જિલ્લો હેકટર
જૂનાગઢ -8490
ગીર સોમનાથ -14520
અમરેલી -6925
ભાવનગર -6388
રાજકોટ -425
જામનગર -424
પોરબંદર -305
5 વર્ષમાં તાલાળા યાર્ડમાં આવક અને ભાવ
વર્ષ બોક્સ સરેરાશ ભાવ
2019- 7,75,395 -345/-
2020- 6,87,931 -375/-
2021-5,85,595 -355/-
2022- 5,03,321 -740/-
2023- 1113540. -800/-