સરકારી યુનિવર્સિટીમાં પ્રથમવાર કોમન એડમિશન પ્રક્રિયા થઈ રહી છે. ધોરણ 12 નું પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે
કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે આજથી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જ્યાં કોમન એડમિશન પોર્ટલમાં આજથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીમાં પ્રક્રિયા શરૂ થઇ છે. સરકારી યુનિવર્સિટીમાં પ્રથમવાર કોમન એડમિશન પ્રક્રિયા થઈ રહી છે. જ્યાં વિદ્યાર્થી ધોરણ 12 નું પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે.
- Advertisement -
શિક્ષણ વિભાગે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ રાજ્યની સરકારી યુનિવર્સિટી માં આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ છે. વિદ્યાર્થી ધોરણ 12 નું પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે. વિદ્યાર્થીઓને કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે. આ માટે કોમન એડમિશન પોર્ટલમાં આજથી રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે. યુનિવર્સિટીમાં પ્રથમવાર કોમન એડમિશન પ્રક્રિયા થશે. રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીમાં પ્રક્રિયા શરૂ થઇ છે. પ્રથમ તબક્કાની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પૂરક પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારો માટે ફરી પોર્ટલ ઓપન કરવામાં આવશે. 14 સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ ઈચ્છતાં વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
વિદ્યાર્થીઓને એડમિશન માટે એક જ અરજી
પહેલા વિદ્યાર્થીઓ અલગ અલગ યુનિવર્સિટીમાં અરજી કરતા હતાં અને તે માટે ફી પણ અલગ અલગ ભરવી પડતી હતી. જેથી હવે આ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ ઉપર વિદ્યાર્થીને ફક્ત એક જ વખત ફી ભરીને પોતાના મન મતી યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકશે. ઓડીટ ટ્રેઈલ દ્વારા ડેટામાં કરવામાં આવતા તમામ સુધારાની સંપૂર્ણ જાળવણી આ પોર્ટલ મારફત કરી શકાશે. અગાઉ વિદ્યાર્થી સરેરાશ રૂ.500 ખર્ચીને અંદાજે 5 કોર્સમાં અરજી કરતા હતા. તેની જગ્યાએ હવે GCAS દ્વારા નજીવી ફીમાં અમર્યાદિત યુનિવર્સિટી કે કોર્સમાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
પ્રવેશ પ્રક્રિયા સરળ
વિદ્યાર્થીઓ માટે દરેક યુનિવર્સિટી અને કોર્સીસમાં પ્રવેશ મેળવવા માટેનો સમયગાળો પણ એક જ રહેશે. આ પોર્ટલ કાર્યરત થતા હવેથી ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓ અલગ અલગ પ્રવેશ પ્રક્રિયા નહિ કરવી પડે, જેથી યુનિવર્સિટીનો સમય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકવામાં આવતા ફંડની બચત થશે. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ મારફત પ્રવેશ પ્રક્રિયાની તમામ માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ થશે. એડમિશનની સરળતા માટે સહાય કેન્દ્ર દ્વારા કોલેજ કક્ષાએ જ વિદ્યાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરાશે, તેમજ નિયમ મુજબ મેરિટ બનાવવું અને વિદ્યાર્થીઓને ઓનલાઈન કાઉન્સેલિંગની પણ વ્યવસ્થા આ પોર્ટલ મારફત કરાઈ છે.
- Advertisement -
ગુજરાતની 14 યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન – IITE, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, શ્રી ગુરૂ ગોવિંદ યુનવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા જુનાગઢ યુનિવર્સિટી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, ચિલ્ડ્ર્ન્સ યુનિવર્સિટી.