ભારત સરકારએ કાળા ધન પર સંગ્રહખોરીને રોકવા માટે નવેમ્બર 2016માં નોટબંધી કરી હતી. જેમાં સરકાર કેટલાક અંશે સફળ પણ રહી હતી. કાળા ધનને સંગ્રહ કરવા માટેની સૌથી સુરક્ષિત જગ્યા સ્વિત્ઝરલેન્ડની બેંકમાં ભારતીયોએ ગયા વર્ષ રેકોર્ડબ્રેક પેસા જમા કરાવ્યા હતા.
- Advertisement -
સ્વિત્ઝરલેન્ડમાં લગભગ 400 બેંક છે. જેમાં યૂબીએસ અને ક્રેડિટ સુઇસ ગ્રુપ મહત્વના છે. બધી બેંક સિકયોરિટી કાયદાની કલમ 47 હેઠળ બેંક એકાઉન્ટ ખોલાવનારની માહિતી ગુપ્ત રાખે છે. જેથી કેટલાક ભારતીયો તેમાં પૈસા જમા કરાવે છે.
જેને લઇને સ્વિત્ઝરલેન્ડ બેંકએ એક વાર્ષિક રિપોર્ટ બહાર પાડ્યો છે. વર્ષ 2021ના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સ્વિસ બેંકમાં ભારતીય નાગરિકો અને કંપનીઓની ડિપોઝીટ વધીને 3.83 બિલિયન સ્વિસ ફ્રેંક એટલે કે 30,500 કરોડ રૂપિયા થઇ ગઇ છે. જે ગયા વર્ષના અંત ભાગમાં 2.55 બિલિયન સ્વિસ ફ્રેંક એટલે કે 20,700 કરોડ રૂપિયા હતી. આનો અર્થ એ છે કે, સ્વિસ બેંકોમાં ભારતીયોની ડિપોઝીટ 50 ટકા વધી ગઇ છે. ભારતીય લોકો સ્વિસ બેંકમાં કસ્ટમર ડિપોઝીટ, બેંક, ટ્ર્સ્ટ, સિક્યોરિટી જેવા માધ્યમોથી પૈસા જમા કરાવે છે. સ્વિત્ઝરલેન્ડના સેન્ટ્રલ બેંકએ જણાવ્યું કે, ભારતીય લોકો સૌથી વધુ બોન્ડ, સિક્યોરિટી તેમજ બીજા ફાઇનાન્શિયલ સોલ્યુશન માટે પૈસા જમા કરાવે છે. જેથી સ્વિઝ બેંકોમાં ભારતીયો ડિપોઝીટ વધીને 2,002 મિલિયન સ્વિસ ફ્રેંક થઇ ગઇ છે, જે ગયા વર્ષ 1,665 મિલિયન સ્વિસ ફ્રેંક હતી.