શહેરના મવડી વિસ્તારના અમરનગરમાં પ્રેમ લગ્ન મામલે યુવકની હત્યા થતાં માલવીયાનગર પોલીસે 14 આરોપીને ઝડપી પાડ્યા છે. રાહુલ સોલંકી નામના યુવક પર જીવલેણ હુમલામાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃતકની પત્ની તારા ઉર્ફે દિવ્યાનું તેના જ પરિવારજનોએ અપહરણ કર્યુ હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.