પૂજારીએ કહ્યું- અમારી પ્રાર્થનાથી તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા, હવે ચૂંટણી જીતશે
ખાસ-ખબર ન્યૂઝ થુલસેન્દ્રપુરમ
- Advertisement -
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બાઇડન ખસી ગયા બાદ ભારતીય મૂળના કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે. આ દરમિયાન કમલાના મોસાળ તમિલનાડુના થુલસેન્દ્રપુરમ ગામમાં તેમના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા છે. કમલા હેરિસના નાના પીવી ગોપાલન આ ગામના રહેવાસી હતા. ગામના પ્રવેશદ્વાર પર એક મંદિરની બહાર કમલા હેરિસની તસવીર સાથેનું બેનર છે. બાઇડન રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જતાં જ આ મંદિરમાં પૂજા શરૂ થઈ હતી, જે અમેરિકામાં મતદાનના દિવસ સુધી ચાલુ રહેશે.
મંદિરના મુખ્ય પૂજારી એમ. નટરાજને, સૂર્યોદયના થોડા કલાકો પછી, હિન્દુ દેવતા ધર્મસ્થાને મીઠાઈઓ અને ચોખાની ખીર અર્પણ કરીને પૂજા કરી. ન્યૂઝ એજન્સી એએફપી સાથે વાત કરતા 61 વર્ષીય પૂજારીએ કહ્યું, “અમે તેમના માટે અગાઉ પણ પૂજા કરી હતી અને તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. અમારા ભગવાનના આશીર્વાદથી, તેઓ રાષ્ટ્રપતિ પણ બનશે.”
મંદિરની એક દિવાલ પર ડોનર્સની યાદી મુકવામાં આવી છે. તેના પર કમલા હેરિસનું નામ પણ લખેલું છે. જોકે, તે આ ગામમાં ક્યારેય આવ્યા નથી. પૂજારીએ કહ્યું કે છેલ્લી વખત જ્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા ત્યારે અમે ઉજવણી કરી હતી. હવે જો તે રાષ્ટ્રપતિ બનશે તો આ ઉજવણી વધુ મોટી હશે. અમે આશા રાખીએ છીએ કે રાષ્ટ્રપતિ તરીકે તેઓ ચોક્કસપણે એક વખત ગામની મુલાકાત લેશે.
- Advertisement -
ગામમાં રહેતા એક સરકારી કર્મચારીએ એએફપીને જણાવ્યું કે કમલા હેરિસનું નામ તેની સાથે જોડાવાને કારણે તેના ગામને ઘણો ફાયદો થયો છે. ગામના જળાશયના સમારકામ માટે સ્થાનિક બેંકે રૂ. 1 કરોડનું દાન આપ્યું હતું. હેરિસના કારણે જ આવું થઈ શક્યું. આખા ગામના લોકો મંદિરમાં પૂજા અને પ્રસાદ માટે સામાન દાન કરે છે. હેરિસના દાદા આ ગામમાં દાયકાઓ પહેલા રહેતા હતા. પરંતુ ગ્રામજનોએ જણાવ્યું કે તેમના ગયા પછી પણ તેમનો પરિવાર હંમેશા સંપર્કમાં રહ્યો હતો. તેઓ મંદિર અને ગામની જાળવણી માટે પૈસા પણ આપતા રહ્યા છે.