ખાસ-ખબર ન્યૂઝ માલદીવ, તા.10
માલદીવના ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ હવે દેશને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાના એજન્ડાને આગળ ધપાવી રહ્યા છે. મુઇઝ્ઝુ પોતાને ઇસ્લામના રક્ષક તરીકે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુઇઝ્ઝુ માલદીવને બિનસાંપ્રદાયિક દેશ તરીકે જાળવી રાખવા માટે સોલિહની માવદીવિયન ડેમોક્રેટિક પાર્ટી પર સતત નિશાન સાધી રહ્યા છે.
- Advertisement -
હવે મુઇઝ્ઝુએ માલદીવમાં 24મી એપ્રિલે યોજાનારી સંસદીય ચૂંટણી માટે ટ્રમ્પ કાર્ડ તરીકે ઈસ્લામિક કાર્ડનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. ઇસ્લામનું કડક પાલન ન કરનારાઓ સામે પણ કાર્યવાહી તેજ કરી છે. માલદીવ પોલીસે રમજાન દરમિયાન રોજા તોડવા બદલ 12 લોકોની ધરપકડ કરી છે. મુઇઝ્ઝુ સત્તામાં આવ્યા પછી નાતાલની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને કેટલાક નેતાઓએ ભારત દ્વારા પ્રાયોજિત યોગ કાર્યક્રમોને બિન-ઇસ્લામિક ગણાવ્યા હતા.
નિષ્ણાતોનું કહેવું છે કે માલદીવના ઈસ્લામિકરણને પ્રોત્સાહન આપવાથી આવનારાં વર્ષોમાં દેશ માટે વિનાશક પરિણામો આવશે. કારણ કે દેશ ધર્મનિરપેક્ષ ભારતના માર્ગથી દૂર થઈને ઈસ્લામિક વિશ્વ તરફ આગળ વધી રહ્યો છે. તે પણ સત્ય છે કે સલાફિવાદ અને વહાબીઝમ જેવી કટ્ટરવાદી વિચારધારાઓ માલદીવમાં લોકપ્રિય છે. જેના કારણે માલદીવના 250થી વધુ લોકો સીરિયામાં લડવા માટે ગયા છે.