ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં ઘરફોડ ચોરીના બનાવોમાં પકડાયેલા આરોપીઓ ગુન્હાના બનાવના દિવસો અગાઉ વિવિધ કારણોસર મજૂરી કામ મેળવી શહેરના વિસ્તારોમાં રોકાણ (મુકામ) કરતા હોય છે અને આજુ-બાજુની પરિસ્થિતિનો સર્વે કરી મિલ્કત વિરૂદ્ધના ગુન્હાઓ આચરતા હોય છે.
જાહેર જનતાના જાન-માલ અને મિલ્કતની સલામતી તથા સુરક્ષા માટે પોલીસ કમિશનર અગ્રવાલ દ્વારા જારી કરાયેલા હુકમો મુજબ, રાજકોટ પોલીસની હકુમત હેઠળના વિસ્તારમાં મકાનો, બંગલાઓ, દુકાનો, કારખાનાઓ, ઔદ્યોગિક એકમો, ઓનલાઈન સર્વીસ પ્રોવાઈડરો જેવા વ્યાવસાયીક એકમોમાં કામ પર રાખનાર માલીકો- લેબર કોન્ટ્રેકટરોએ પોતાની પાસે મજૂરી કામે રાખેલ મજૂરોની વિગતો તથા જો કામદાર હથીયારધારી હોય તો હથીયારની વિગતો પણ નિયત ફોર્મમાં ભરી ફરજિયાતપણે સ્થાનિક જે તે વિસ્તારના પોલિસ સ્ટેશનમાં આપવાની રહેશે. આ હુકમ તા.31/12/2021 સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
- Advertisement -



